મોરબીમાં તલાટી કમ મંત્રીઓ કામગીરીથી અળગા રહ્યા

- text


મોરબી : પોતાની પડતર માંગણીઓ સંદર્ભે સરકાર સામે બાયો ચડવાનાર રાજ્યભરના તલાટી કમ મંત્રીઓની લડત દિવસે દિવસે આગળ ધપી રહી છે જેમાં આજે મોરબી જિલ્લાના તલાટીઓ કામગીરીથી અળગા રહ્યા હતા.

મોરબી જિલ્લા તલાટી મંડળના પ્રમુખ બી.જે.બોરસણીયાએ જણાવ્યું હતું કે તલાટી કમ મંત્રીઓની વિવિધ પડતર માંગણીઓ સંદર્ભે સરકારમાં અનેક વિધ રજુઆત કરવા છતાં પ્રશ્નોનું નિરાકરણ ન આવતા લડતનો માર્ગ અપનાવવામાં આવ્યો છે.

- text

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આજે રાજ્ય મંડળના આદેશ મુજબ મોરબીના ૬૯ સહિત જિલ્લાના ૩૬૫ તલાટી કમ મંત્રીઓ પંચાયતમાં હાજર રહ્યા હતા પરંતું કામગીરીથી દૂર રહ્યા હતા અને આવનાર દિવસોમા હજુ પણ આ લડત વધુ ઉગ્ર બનવવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.

- text