પાવર સપ્લાયના ધાંધિયાથી સીરામીક ઉદ્યોગને મોટું નુકશાન : નિલેશ જેતપરીયા..જુઓ વિડિઓ

- text


નીચી માંડલ રોડ પર પાવર સપ્લાયની તકલીફને કારણે ઉદ્યોગોને આર્થિક નુકશાની : તાકીદે પ્રશ્નનું નિવારણ લાવવાની સીરામીક એસો. પ્રમુખની માંગ

મોરબી : મોરબી નજીક નીચી માંડલ રોડ પર છેલ્લા ઘણા સમયથી વીજ પાવરની અવર જવરના કારણે ઉદ્યોગોને આર્થિક નુકશાની થઈ રહી છે. ઉપરાંત આ વિસ્તારમાં સબ સ્ટેશનનું કામ છેલ્લા દોઢ વર્ષથી ગોકલગતિએ થઈ રહ્યું છે. ત્યારે આ મામલે વિજતંત્ર દ્વારા તાકીદે કાર્યવાહી કરવામાં આવે તેવી સીરામીક એસો. પ્રમુખ સાહિતનાએ માંગ ઉઠાવી છે.

- text

નીચી માંડલ ઉધોગ ઝોન રામનગર -જેજી-૧ ફીડરમા અવારનવાર પાવરની તકલીફના કારણે ઉધોગોને લાખોની નુકશાની વેઠવી પડે છે. છેલ્લા ઘણા સમયથી પાવર સપ્લાયને પીજીવીસીએલ તંત્ર દ્વારા ગંભીરતાથી લેવામા આવતી નથી. નવા સબસ્ટેશનનું કામ પણ છેલ્લા એક દોઢ વર્ષથી ચાલુ છે. કામ એકદમ ઢીલીનીતીથી ચાલે છે ત્યારે ઉધોગોને આ વર્તમાન પરીસ્થતિમા મંદીમા ટકી રહેવું મુશ્કેલ હોઇ ત્યારે મોટા ઉધોગો જનરેટર ઉપર પણ ચલાવવા પોષાય નહી અને એક વાર પાવર આવનજાવન થાય તેમાં ૫૦ હજાર થી વધુ નુકશાન એક એક ઉધોગો સહન કરવું પડે તેમ હોય આ બાબતે તત્કાલીક યોગ્ય કરવા ઉધોગકારોમા માગણી ઉઠી છે.

આ અંગે સીરામિક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું કે નિચીમાંડલ રોડ પર સીરામીક ઉદ્યોગો મોટા પ્રમાણમાં છે ત્યારે અહીં પાવર સપ્લાયમા અવર જવર થતા ઉદ્યોગોને આર્થિક ફટકો પડી રહ્યો છે. આ મામલે પીજીવીસીએલ દ્વારા ઘટતું કરીને તાકીદે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.

આ સમસ્યા અંગે શું કહે છે સીરામીક એસોસિયેશનના પ્રમુખ..જુઓ વિડિઓ

- text