મેઘરાજાને મનાવવા વાઘપર (પીલુડી) ગામે બ્રહ્મસમાજ દ્વારા પર્જન્ય હવન કરાયો

- text


મોરબી : મોરબીના વાઘપર ( પીલુડી) ગામમાં આજે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા પર્જન્ય હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને ધર્મલાભ લીધો હતો. આ અનોખા હવનમાં ભૂદેવોએ તપેલામાં બેસીને હવન કર્યો હતો.

- text

મોરબી તાલુકાના વાઘપર (પીલુડી) ગામે ગામ સમસ્ત અને ગામના બ્રહ્મસમાજ દ્વારા આજે પર્જન્ય હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. મેઘરાજાને રીઝવવા , વિશ્વાલ્યાણ અને અનેક પ્રકારના ગંભીર રોગોને વિધ્વસ્થ કરવા માટે આ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નકલંક ધામના મહંત દામજી ભગત તેમજ ગામ લોકોએ મોટી સખ્યામાં આ હવન માં હાજરી આપી હતી.

- text