મોરબીના થોરાળા ગામમાં પાટીદારોએ હાર્દિકના સમર્થનમાં મુંડન કરાવ્યુ

- text


ગામની મહિલાઓએ થાળી વેલણ વગાડી સરકાર સામે નોંધાવ્યો વિરોધ : હળવદના ઈશ્વરનગર, ગોકુળીયા અને વાંકિયા ગામે હાર્દિક પટેલના સમર્થનમાં રામધુન

મોરબી : મોરબીના થોરાળા ગામે પાટીદારોએ પાસ કન્વીનર હાર્દિક પટલેના સમર્થનમાં મુંડન કરાવ્યું હતું. સાથે ગામની મહિલાઓએ થાળી વેલણ વગાડીને સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે. જયારે હળવદના ઈશ્વરનગર, ગોકુળીયા અને વાંકિયા ગામે હાર્દિક પટેલના સમર્થનમાં રામધુન બોલાવાઇ હતી.પાસ કન્વીનર હાર્દિક પટેલ દ્વારા તેમના નિવાસ સ્થાને ઉપવાસ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. તેમ છતાં સરકારે દાદ ન દેતા રાજ્યભરમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. જેને પગલે મોરબીના થોરાળા ગામે પાટીદારોએ હાર્દિક પટેલના સમર્થનમાં મુંડન કરાવ્યું હતું. ઉપરાંત ગામની મહિલાઓએ થાળી અને વેલણ વગાડીને સરકારની નીતિ સામે વિરોધ નોંધાવ્યો હતો.

- text

તેમજ હળવદ પંથકના વાંકિયા, ઈશ્વરનગર અને ગોકુળીયા ગામે પાટીદાર સમાજ દ્વારા હાર્દિકની માંગને સમર્થન કરી રામધુનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાટીદાર સમાજના વડીલો, યુવાનો તેમજ મહિલાઓ આ ધરણાના કાર્યક્રમમાં જાડાયા હતા. અને હાર્દિકની તબિયત અંગે પ્રાર્થના કરવામાં આવી હતી.

 

- text