મોરબી : નવી પીપળી ગામ પાસે ટ્રક ડિવાઈડર તોડી નાળામાં ખાબક્યો

- text


મોરબી : મોરબીના નવી પીપળી ગામ પાસે ટ્રક ડિવાઈડર તોડીને નાળામાં ખાબક્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલ અકસ્માતમાં કેટલા લોકોને ઈજાઓ થઈ છે તે બહાર આવ્યું નથી.

પ્રાપ્ત થતી વિગત મુજબ ગઈકાલે મોડી રાત્રે મોરબીના નવી પીપળી ગામ પાસે ટ્રકને અકસ્માત નડ્યો હતો. જેમાં ટ્રક ચાલકે કાબુ ગુમાવતા ટ્રક ડિવાઈડર તોડીને નાળામાં ખાબક્યો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રકનો કડુસલો બોલી જવા પામ્યો હતો. મળતી માહિતી મુજબ ટ્રકમાં ત્રણ થી ચાર લોકો સવાર હતા. તેમાંથી કેટલા વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે તે હજુ બહાર આવ્યું નથી.

- text

 

- text