હળવદના ઘનશ્યામપુર ગામે પોષણ માહની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો

- text


હળવદ : હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામની આંગણવાડીમાં આરોગ્ય વિભાગ દ્વારા મુલાકાત કરવામાં આવી હતી. જેમાં રાષ્ટ્રીય પોષણ માહની તાલુકા કક્ષાની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો હતો. આ તકે તાલુકા હેલ્થ ઓફિસર, જિલ્લા પંચાયત સદસ્ય, ઘનશ્યામપુરના સરપંચ સહિત આંગણવાડી બહેનો ઉપÂસ્થત રહી હતી.

સમગ્ર ગુજરાત રાજયમાં કુપોષણ નાબુદ કરવાનો અભિયાન ચાલી રહ્યો છે ત્યારે તાલુકાના ઘનશ્યામપુર ગામે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આંગણવાડીની મુલાકાત લઈ કુપોષણ નાબુદી પર ચર્ચા પરામર્શ કરવામાં આવી હતી. તો સાથોસાથ ગામ લોકોને કુપોષણ વિશે સમજણ આપ્યા બાદ આરોગ્ય વિભાગ દ્વારા ગામને સ્વચ્છ રાખવાના વિવિધ સુચનો કરાયા હતા. આ તકે ઘનશ્યામપુર ગામે રાષ્ટ્રીય પોષણ માસની તાલુકા કક્ષાની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડો.ભાવિન ભટ્ટીએ જણાવ્યું હતું કે, આરોગ્ય અને શિક્ષણ વિભાગના સંકલનથી કુપોષણને નાબુદ કરી શકાય તેમ છે.

- text

આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય ખેંગારભાઈ, સરપંચ રૂગ્નાથભાઈ ચૌહાણ, સીડીપીઓ, આંકડા મદદનીશ તેમજ આઈસીડીએસ અને આરોગ્ય વિભાગનો સ્ટાફ સહિત ગામલોકો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

 

- text