હળવદની તક્ષશિલા વિદ્યાલયમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ

- text


હળવદ : હળવદની તક્ષશિલા વિદ્યાલયમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નાના વિદ્યાર્થીઓ બાલક અને બાલિકાઓએ શ્રેષ્ઠ કાનો અને શ્રેષ્ઠ રાધાની સ્પર્ધામાં ભાગ લીધો. મુગટધર, પિચ્છધર, મુરલીધર, નંદ ગોપાલની વેશભૂષામાં ભુલકાઓએ મટકીફોડનો ઉત્સવ ઉજવ્યો હતો.

શહેરની તક્ષશિલા વિદ્યાલયમાં નટખટ નંદલાલના જન્મના વધામણા કરી જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જન્મોત્સવના કાર્યક્રમમાં પટેલ હેતાર્થ, સોલંકી મીત, કલોત્રા કુલદિપ, કૈલા શ્રૈય અને કણઝરીયા ચંદ્રેશે પ્રથમ નંબર મેળવ્યો હતો. જયારે ઠુમક- ઠુમક ચાલતી રાધા, ગોરી ગોરી રાધા ગોરી, મહી વેચવા હાલી ગોરીની ચાલ સાથે કણઝરીયા પ્રાપ્તિ, વિરાણી ક્રિષ્ના, વાઘેલા ગોપી, પુરાણી સ્વાતી અને માકાસણા ધ્રુવીએ પ્રથમ નંબર મેળવ્યો હતો. મથુરાની જેલમાં કાનો જનમ્યો ગીત સાથે કૃષ્ણ જન્મોત્સવ, મેઘલી રાત, યમુના ના નીર, નંદ ઘેર આનંદ ભયો સાથે લાલાને પારણા ઝુલાવવા તમામ વિદ્યાર્થીઓ આતુર થયા હતા. ગોવાળીયાઓના સુંદર રાસના અંતે ત્રણ માળવાળા પિરામીડ બનાવીને મટુકી ફોડનો ઉત્સવ ઉજવ્યો હતો. મટકીફોડના અંતે સમુહ રાસ ગરબા સાથે નંદ મહોત્સવની પુર્ણાહુતિ કરાઈ હતી. સમગ્ર કાર્યક્રમમાં શાળાના શિક્ષક અલ્પેશ ઉડેચા, સંચાલક રમેશભાઈ કૈલા અને રોહિતભાઈએ નંદબાબા, યશોદા અને વસુદેવના રોલ નિભાવી સૌને આશ્ચર્યચકિત કરી કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા હતા.

- text

- text