મોરબીમાં જેટકોની કચેરીમાંથી રૂ. ૯૯ હજારની માલમતાની ચોરી

- text


કચેરીને નિશાન બનાવીને તસ્કરોએ તાળા તોડી બે લેપટોપ સહિતની ચીજવસ્તુઓ ચોરી કરી

મોરબી : મોરબીમાં જેટકોની કચેરીને ગત રાત્રે તસ્કરોએ નિશાન બનાવીને રૂ.૯૯,૫૯૮ની માલમતાની ચોરી કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પરંતુ હજુ સુધી આ મામલે ફરિયાદ નોંધાઇ નથી.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીમાં જેટકોની બાંધકામ પેટા વિભાગીય કચેરીમાં ગત રાત્રે તસ્કરો ત્રાટકયા હતા. અજાણ્યા તસ્કરોએ તાળા તોડી કચેરીમાં રહેલ ૨ લેપટોપ કિંમત રૂ. ૯૪ હજાર, હાર્ડ ડિસ્ક કિંમત રૂ. ૫૧૯૯ મળીને કુલ રૂ. ૯૯,૫૯૮ની માલમતાની ચોરી કરી હતી.

- text

ગત રાત્રે બનેલા આ બનાવની હજુ સુધી ફરિયાદ નોંધવામાં આવી નથી. બી ડિવિઝન દ્વારા ફરિયાદ નોંધવા અર્થે તજવીજ હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

- text