મોરબી અપડેટના અહેવાલનો પડઘો : હળવદમાં જળસંચયની ગેરરીતિ મામલે તંત્ર હરકતમાં

- text


હળવદ : પંચાયત સિંચાઈ વિભાગના જળસંચયના કામોમાં મંડળીઓ દ્વારા માત્રને માત્ર કાગળ ઉપર કામો કરી ૫.૮૩ કરોડ રૂપિયાનો વહીવટ ટેબલ નીચેથી થયો હોવાનો પંથકના ગ્રામ પંચાયતના સરપંચ સહિત લોકોમાં ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે. જયારે આ અંગે જાગૃત આગેવાને લેખિત ફરિયાદ કરતા હાલ આ કૌભાંડ ખુલે તેવી દહેશત વચ્ચે કેટલાય કૌભાંડીના પેમેન્ટ અટકાવી દેવામાં આવ્યું છે. જેનો અહેવાલ હળવદ બ્રેકીંગ અને મોરબી અપડેટમાં પ્રકાશીત થતા જિલ્લા કાર્યપાલકની ટીમ હળવદના ગ્રામ્ય વિસ્તારમાં થયેલ જળ સિંચાઈના કામોનું જાત નિરીક્ષણ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

હળવદ તાલુકાના પ૧ ગામોમાં પંચાયત હેઠળની નાની સિંચાઈ યોજના અંતર્ગત રૂ.પ.૮૩ કરોડ ફાળવવામાં આવ્યા હતા. પરંતુ માત્ર કહેવા પુરતું જ કામ બતાવી મોટા પાયે ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું ખુલુ પડયું છે. તો સાથો સાથ મોટા ભાગના રૂપિયા જે તે કામ કરતા કોન્ટ્રાકટરને ચુકવી દેવામાં આવ્યા છે જયારે ભ્રષ્ટાચાર થયાનું સામે આવતા બાકીના રૂપિયા અટકાવી દેવામાં આવ્યા છે. જયારે આ અંગે તાલુકામાં સિંચાઈ યોજના અંતર્ગત ફાળવેલ રૂપિયામાં મોટા પાયે ગેરરીતિ આચર્યો હોવાની હળવદના જાગૃત નાગરીકે લેખિત રજુઆત કરતા આ સમગ્ર બાબતનું નિરીક્ષણ કરવા જિલ્લા કાર્યપાલક ઈજનેર એસ.પી. ઉપાધ્યાય સહિતના અધિકારીઓ પંથકના સાપકડા, સુંદરગઢ, કડીયાણા, સુર્યનગર, સરંભડા સહિતના ગામોમાં દોડી ગયા હતા.

- text

જાકે આ અંગે કાર્યપાલક ઈજનેર દ્વારા સરંભડા, કડીયાણા, સુંદરગઢ ગામના નાની સિંચાઈ અંતર્ગત જળ સંચયના કામનું નિરીક્ષણ કરતા કયાંય કામો થયા ન હોવાથી કાર્યપાલક ઈજનેર ચોંકી ઉઠયા હતા. તો બીજી તરફ આ સમગ્ર તપાસ દરમિયાન નાની સિંચાઈ અંતર્ગત તળાવોમાં કેટલું કામ થયું છે તે અંગે સવાલ કરાત ઉપાધ્યાયએ મૌન સેવી કોઈ પ્રતિક્રિયા દર્શાવી નહોતી.

હવે જાવાનું એ રહે છે કે, હળવદ તાલુકાના સુંદરીભવાની, સમલી, સુરવદર, માથક, રણછોડગઢ, માનગઢ, જાગડ, વેગડવાવ, સરંભડા, ગોલાસણ, નવા માલણિયાદ, કડીયાણા, રાણેકપર, રાઈધ્રા, મંગળપુર સહિતના પ૧ ગામોના તળાવને સાફ-સફાઈ, રિપેરીંગ કામ સહિતના કામો માટે રૂ.પ.૮૩ કરોડ ફાળવવામાં આવ્યા હતા જેની આગામી દિવસોમાં તપાસ દરમિયાન શું વિગતો બહાર આવશે તે જાવાનું રહ્યું. જાકે આ સમગ્ર ભ્રષ્ટાચારના ભોરીંગમાં કોને છાવરવામાં આવશે અને કયા ગામના તળાવમાં ભ્રષ્ટાચાર બહાર આવશે ? તેવા સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે.

- text