ટંકારા : હડમતિયામાં જુગાર રમતા ચાર પત્તા પ્રેમી 57 હજારની રોકડ સાથે ઝડપ્યા

- text


ટંકારા : ટંકારા પોલિસ જુગાર પર ધોંસ બોલાવી હોય તેમ આજે હડમતીયામાથી બાવળ નિચે જુગઠુ ખેલતા ચાર શકુની ૫૭૩૭૦ ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

- text

ટંકારા પોલીસે જુગારની બંદી સામે બંડ પોકાર્યો હોય એમ આજે બપોરે એકાદ વાગ્યાના સુમારે હડમતીયાના સિમાડા પાસે બાવળ નિચે ગંજી પના ઠિચતા હોવાના સમાચાર મળતા ટંકારા ડિ સ્ટાફના પ્રફુલ પરમાર, વિશ્ર્વરાજસિંહ, વિક્રમભાઈ સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો. જેમાં હારજીતનો જુગાર રમતા સવજી નાથા કોળી-હરબટીયાળી , અરવિંદ છગનભાઈ પટેલ- મોરબી, ત્રિભોવન છગનભાઈ મેરજા.-હડમતીયા, પ્રવિણ જીણાભાઈ કામરીયા- હડમતીયાવાળાને ૫૭૩૭૦ની રોકડ રકમ સાથે પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text