મોરબીના વાવડીમાંથી જુગાર રમતા સાત ઝડપાયા : ૯૯ હજારનો મુદામાલ જપ્ત

- text


પોલીસને જોઈ મોટર સાયકલ મૂકી નાસી છૂટેલા ચાર શખ્સોને ઝડપી લેવા ઇ – ગુજકોપ પોકેટ એપની મદદ લેવાઈ

મોરબી : મોરબી તાલુકાના વાવડી ગામે પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોને રૂ. ૯૯૦૦૦ ની માલમતા સાથે ઝડપી લીધા હતા જો, કે પોલીસને જોઈ મોટર સાયકલ મૂકી નાસી છૂટેલા અન્ય ચારને ઝડપી લેવા પોલીસે ઇ – પોકેટ કોપ એપની મદદથી પગેરું દબાવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે મોરબી તાલુકા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન વાવડીના મેલડી માતાજીના મંદિર નજીક જુગાર રમતો હોવાની બાતમીને આધારે દરોડો પાડતા આરોપી (૧) છગનભાઇ કુકાભાઇ રાવા ઉવ.૩૦ રહે.વીસીપરા મોરબી (ર) સતિષભાઇ ભીમજીભાઇ ખીટ ઉવ.૨૬ રહે.વિજયનગર મોરબી (૩) કેવલભાઇ બટુકભાઇ ભલસોડા ઉવ.ર૧ રહે.વાવડીરોડ મોરબી (૪) મનસુખભાઇ દેવકરણભાઇ ખાંણધોર ઉવ.૩૫ રહે.વાવડીરોડ મોરબી (૫) અજીતભા મેધાભા જુવા ઉવ.૩૦ રહે. વાવડીરોડ મોરબી (૬) રમેશભાઇ કુંવરજીભાઇ ખીટ ઉવ.૩૨ રહે.વીસીપરા, મોરબી (૭) ભોજાભાઇ જીવણભાઇ લાંબડીયા ઉવ.રર રહે.વજેપર મોરબી વાળાઓને કુલ રોકડા રૂ.૪૪,૦૦૦ નાશીજનાર ઇસમો-૪ ના મો.સા. નંગ-૪ કિ.રૂ.૫૫,૦૦૦ મળી કુલ મુદામાલ કિ.રુ.૯૯,૦૦૦ સાથે મળી આવ્યા હતા.

- text

વધુમાં પોલીસે પકડાયેલ સાતેય ઇસમોને મુદામાલ સાથે ધોરણસર અટક કરી તેમજ નાશીજનાર ચાર ઇસમોને પકડવા પર બાકી રાખી તમામ આરોપીઓ વિરૂધ્ધ મોરબી તાલુકા સેકન્ડ ગુ.ર.નં.૩૩૮૯/૧૮ જુગારધારા કલમ ૧૨ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ છે.તેમજ મો.સા. નંબર આધારે મોટરસાયકલ મુકી નાશી જનાર આરોપીઓને શોધી કાઢવા ઇ-ગુજકોપ પોકેટ કોપની મદદથી તપાસ હાથ ધરી છે.

પોલીસની આ સફળ કામગીરી પીએસઆઇ એસ.એ.ગોહિલ, એ.એસ.આઈ. મહિપતસિંહ જાડેજા, કાનાભાઇ ચૌહાણ પો.કોન્સ જુવાનસિંહ ઝાલા, દિનેશભાઇ બાવળીયા, કિર્તીસિહ જાડેજા, અમિતભાઇ પટેલ તથા શક્તિસિંહ જાડેજા, હરપાલસિંહ ઝાલા, ઉજવલદાન ગઢવી તથા અશોકભાઇ ખાંભરા વિગેરેએ કરી હતી.

- text