માળીયા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ઘાસચારો આપવા માંગ

- text


કૃષિમંત્રીને રજુઆત કરતા વેજલપુર સહકારી મંડળી અને કિશાન મોરચાના પ્રમુખ અરજણભાઇની રજુઆત

મોરબી : ઓણસાલ સમગ્ર માળીયા તાલુકામાં માત્ર થોડા પ્રમાણમાં જ વરસાદ વરસતા ખેડૂતોના કિંમતી બિયારણ નાશ પામ્યા છે અને ઘાસચારાના અભાવે અબોલ પશુઓની હાલત કફોડી બની હોય માળીયા તાલુકાના વેજલપર સહકારી મંડળીના પ્રમુખ અને કિશાન મોરચાના અગ્રણી અરજણભાઈ હૂંબલ કૃષિમંત્રીને રજુઆત કરી તાકીદે માળીયા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માંગણી ઉઠાવી છે.

વેજલપર સહકારી મંડળી અને કિશાન મોરચાના પ્રમુખ અરજણભાઈ હૂંબલે રાજ્યના કૃષિમંત્રીને લેખિત રજુઆત કરતા જણાવ્યું છે કે આ વર્ષે મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં નહિવત વરસાદ પડ્યો છે, ખેડૂતોએ સારા વરસાદની આશાએ મોંઘા ભાવના બિયારણ વાવ્યા પરંતુ વરસાદ ન થતા સમગ્ર તાલુકામાં હાલ ખેડૂતોની વાવણી નિષ્ફળ નિવડાતા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે.

- text

આ સંજોગોમાં સરકાર તાત્કાલિક અસરથી માળીયા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને પાકવિમાના નાણાંની ચુકવણી કરે તેવી લેખિત માંગણી ઉઠાવી છે.

વધુમાં અરજણભાઈએ કૃષિમંત્રીને રજુઆત કરી જણાવ્યું છે કે, નહિવત વરસાદને કારણે હાલ ખેડુતો અને પશુપાલકોની હાલત દયનિય છે નાણાં આપવા છતાં અબોલ પશુ માટે ઘાસચારો મળતો નથી જેને પગલે સરકાર દ્વારા ખેડૂતો અને માલધારી સમાજના અબોલજીવોને બચાવવા માટે રાહતભાવે સૂકુંઘાસ પૂરું પાડવા પણ અંતમાં માંગણી ઉઠાવી છે.

- text