મોરબી અને ટંકારાને પણ સ્વ. અટલ બિહારી બાજપાઈની સંવેદનશીલતાનો પરચો મળ્યો છે

- text


ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી બાજપાઈ મચ્છુ હોનારત બાદ મદદ અર્થે મોરબી દોડી આવ્યા ‘તા : અટલજીના નિધનથી દેશભરમાં શોક : મોરબી સીરામીક એસોશિયેશન સહિતની સંસ્થાએ શોક વ્યક્ત કર્યો : વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન અટલજીએ ટંકારા સ્વામી દયાનંદ સરસ્વતી જન્મભૂમિની મુલાકાત લીધી હતી

મોરબી : ભારતના પૂર્વ પ્રધાન મંત્રી અને ભારતરત્ન અટલ બિહારી બાજપાઈના નિધનથી સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અટલજી કેટલા સંવેદનશીલ વ્યક્તિ હતા. તેનું સાક્ષી મોરબી શહેર પોતે છે. ૧૧ ઓગસ્ટ ૧૯૭૯મા જયારે મોરબીમાં ભયંકર પુર આવ્યું ત્યારે મોરબી શહેરનું સાવ નામોનિશાન મટી ગયું હતું આં ખુમારીના સમાચાર મળતા અટલજી બીજા દિવસે મોરબી આવવા નીકળી ગયા અને ગણતરીની કલાકમાં મોરબી આવી પહોચ્યા હતા.

મોરબી પહોંચીને અટલજી તમામ પુર અસરગ્રસ્ત વિસ્તારમાં ફર્યા હતા તેમની સાથે જનસંઘ અને આર એસ એસનાં કાર્યકરો પણ મોરબીની બજારમાં ફર્યા હતા શહેરના જુના બસ સ્ટેશન, દરબારગઢ સહિતના વીસ્તારમાં પગપાળા ફર્યા હતા અને સ્થિતિમાં મોરબી વાસીઓને સાંત્વના પાઠવવાની સાથે આરએસએસ અને જનસંઘના કાર્યકરોને તાત્ત્કાલિક રાહત કામમાં લાગી જવા અને કોઈપણ પ્રકારના ધર્મ, જાતી,ગરીબી કે અમીરી જેવા ભેદભાવ વિના સહાય કરવા અનુરોધ કર્યો હતો.

અટલજીનાં આ આહવાનને પગલે મોરબીમાં મોટા પાયે સફાઈ અને પુર અસરગ્રસ્તને સહાય મળી હતી. આ મૂલાકાતનાં ૫ વર્ષ બાદ ફરીવાર ૧૯૮૪માં મોરબી આવ્યા હતા ત્યારે ચુંટણીના પ્રચાર માટે આવ્યા હતા અને લાતી પ્લોટ વિસ્તારમાં જે તે વખતે ખાલી મેદાન હતું ત્યાં જન સંઘનાં ઉમેદવાર અમુભાઈ અઘારા માટે પ્રચાર કર્યો હતો. તેમ જે તે વખતના એબીવીપીના પૂર્ણ કાલીન કાર્યકર અને હાલમાં ગુજરાત પ્રદેશ ભાજપના સભ્ય પ્રદીપભાઈ વાળાએ જણાવ્યું હતું.

- text

જયારે પૂર્વ પ્રધાન મંત્રી અને ભારતરત્ન અટલ બિહારી બાજપાઈના નિધનથી સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે ત્યારે મોરબીના સીરામીક અસોસિયેશનન સહિતની સંસ્થાઓ દ્વારા પણ અટલજીના નિધન પર શોક વ્યક્ત કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

પૂર્વ વડાપ્રધાન વાજપેયીજીની ટંકારા મુલાકાત યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવતું આર્યસમાજ

ટંકારા : પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીનું આજે ૯૩ વર્ષની વયે નિધન થતા આજે આર્ય વિચારકોએ તેમની ટંકારા મુલાકાતની યાદગાર ક્ષણો ને યાદ કરી અટલજીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. સ્વામી દયાનંદ સરસ્વતીના જીવનથી પ્રભાવિત સ્વ. અટલ બિહારી વાજપાઈ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે તેઓએ મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારાની મુલાકાત લીધી હતી. તે વખતની તસ્વીર આજે પણ જુના સંસ્મરણો તાજા કરાવી જાય છે.

સમગ્ર દુનિયા જેને ઋષીના નામે ઓળખે છે એવા વૈચારિક કાંન્તિના જનક અને મહાન સમાજ સુધારક મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મ ભુમીની મુલાકાતે સ્વ.અટલ બિહારી વાજપેયી પધાર્યા હતા. ત્યારે તેઓ વડાપ્રધાન હતા, સ્વ. અટલજીએ તે વખતે ટંકારાની ભૂમિને વંદન કરીને આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીના જીવન ચરીત્ર વિશે માહિતી લીધી હતી.

અટલ બિહારી આજે સ્વર્ગ સિધાવતા આર્યસમાજ અને આર્ય વિચારકોએ તેમની આ સંસ્મરણોને વાગોળ્યા હતા અને સ્વ. અટલજીની ટંકારાની મુલાકાત વખતેની તસ્વીરમાં તત્કાલીન આચાર્ય સત્યદેવ વિદ્યાભંકર તેમજ આર્ય સમાજના વિચારકો સાથે લીધેલી તસવીરો કાયમી સંભારણું બની ગઈ છે.
 

- text