મોરબીમાં નેશનલ ટુર્નામેન્ટ માટે કરાટેની તાલીમ લેતા ખેલાડીઓ

- text


જામનગરની ચેમ્પિયનશીપમાં વિજેતા થયેલા ખેલાડીઓ વિનય એક્ટિવીટી સેન્ટર અને શોતોકાન કરાટે એકેડેમીમાં તાલીમ અર્થે પધાર્યા

મોરબી : જામનગર ખાતેની કરાટે ચેમ્પિયન ઇન્સ્ટિટયૂટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને મોરબીના વિનય એક્ટિવીટી સેન્ટર અને શોતોકાન કરાટે એકેડેમીમાં ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. હવે આ ખેલાડીઓ નેશનલ કરાટે ટૂર્નામેન્ટમાં ભાગ લેશે.

- text

જામનગર ખાતે યોજાયેલ કરાટે ઈન્ટરસ્કૂલ ચેમ્પીયનશીપમાં વાલજીભાઈ ડાભી દ્વારા ચાલતા કરાટે ક્લાસમાંથી કુલ ૧૭ બાળકોએ ભાગ લીધો હતો. આ ચેમ્પીયનશીપમાં ૨ ગોલ્ડ મેડલ ( ભવ્ય બોડા, બ્રિન્દા બુધ્ધદેવ ) અને ૩ સીલ્વર મેડલ સાથે કુલ ૧૭ મેડલ મેળવેલ હતા. આ બધા જ વિદ્યાર્થીઓ હાલ મોરબી ખાતે ચાલતા વિનય એક્ટિવીટી સેન્ટર અને શોતોકાન કરાટે એકેડેમીમાં ટ્રેનિંગ લઈ રહ્યા છે. તેમજ ટુંક સમયમાં નેશનલ કરાટે કેમ્પમાં તથા નેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લેશે.

- text