મોરબીના ઈન્ક્મટેક્સ ઇન્સ્પેકટરના લાપતા નાનાભાઈની લાશ મળી

- text


મોરબી : મોરબીમાં ઇન્કમટેક્ષ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા મનોજ સૈનીનો નાનો ભાઈ સુંદર સૈની બહાર જવાનું કહીને ઘરેથી ગયા બાદ તે પરત ન ફરતા આ મામલે એ ડિવિઝન પોલીસને અરજી કરવામાં આવી હતી ત્યારે બે દિવસ પેહલા લપાતા થયેલા આ યુવાનની લાલપર પાસેથી પાણીના ખાડામાંથી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે.

- text

મોરબીના ઇન્કમટેક્ષ ઇન્સ્પેકટર મનોજ સૈનીનો નાનો ભાઈ સુંદર સૈની ઉ.વ. ૨૨ જે રાજસ્થાન અભ્યાસ કરે છે તે છેલ્લા ૭-૮ દિવસથી મોરબી તેના ભાઈના ઘરે આવ્યો હતો. ત્યારે બે દિવસ પેહલા ઘરની બહાર આટો મારવાનું કહીને તે ચાલ્યો ગયો હતો. બાદમાં તે પરત ફર્યો ન હતો. આ મામલે મનોજ સૈનીની સાથે કામ કરતા પાનસિંગ મીનાએ એ ડિવિઝન પોલીસ મથકમાં અરજી કરી યુવાન લાપતા થયાની પોલીસને જાણ કરી હતી. તેવામાં આજે લાલપર પાસે ડેલ્ટા સીરામીક અને મિલેનિયમ પેપર મિલ પાછળથી પાણીના ખાડામાંથી એક યુવાનની લાશ મળી આવી હતી. જેમાં આ લાશ મોરબી માંથી ગુમ થયેલ ઈન્ક્મ ટેક્સ ઓફિસરના ભાઈની હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે બનાવ અંગે નોંધ કરી લાશને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવા તજવીજ હાથ ધરી છે.

- text