મોરબીની નવયુગ વિદ્યાલયના છાત્રએ મેદાનમાંથી મળેલા પૈસા મૂળ માલિકને સોંપ્યા

- text


વિદ્યાર્થીની પ્રમાણિકતા જોઈને શાળાનો સ્ટાફ તેમજ અન્ય છાત્રો થયા પ્રભાવિત

મોરબી : મોરબીની નવયુગ વિદ્યાલયના એક છાત્રને શાળાના મેદાનમાંથી રૂ. ૧૪૦૦ની રોકડ રકમ મળી હતી. ત્યારે આ છાત્રએ પ્રામાણિકતા દાખવીને આ પૈસા શાળાની ઓફિસે જમા કરાવ્યા હતા. બાદમાં આ પૈસા અન્ય એક વિદ્યાર્થીના હોવાનું પુરવાર થતા તેને સોંપવામાં આવ્યા હતા.

નવયુગ વિદ્યાલયમાં ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં બપોરની પાળીમાં અભ્યાસ કરતા અમર રમેશભાઈ હાલપરાને રિસેશના સમયે શાળાના મેદાનમાંથી રૂ. ૧૪૦૦ની રોકડ રકમ મળી આવી હતી. ત્યારે કોઈ પણ પ્રકારના લોભ લાલચમાં આવ્યા વગર અમરે આ પૈસા શાળાની ઓફિસમાં જમા કરાવી દીધા હતા.

- text

બાદમાં આ અંગે શાળામાં જાહેરાત કરવામાં આવતા પૈસા મિહિર કેતનભાઈ પારેખના હોવાનું માલુમ પડ્યું હતું. જેથી મિહિરે આ અંગે સાચો આધાર આપતા પૈસા તેને સુપ્રત કરવામાં આવ્યા હતા. અમરની પ્રામાણિકતા જોઈને સમગ્ર શાળા પ્રભાવિત થઈ છે. સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાએ નવયુગ પરિવાર વતી અમરને અભિનંદન પાઠવ્યા હતા.

- text