મોરબી : દિલ્હીમાં દેશનું બંધારણ સળગાવનારા વિરુદ્ધ પગલાં ભરવા રજુઆત

- text


સ્વયં સૈનિક દળ દ્વારા જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર પાઠવી એસસી, એસટી એક્ટ મુજબ પગલાં ભરવા માંગ ઉઠાવી

મોરબી : દિલ્હી જંતર મંતર ખાતે દેશના સવિધાનની પ્રતો સળગાવી બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરનારા લોકો સામે પગલા ભરવા આજે સ્વયં સૈનિક દળ મોરબી દ્વારા જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લા પોલીસવડાને સ્વયં સૈનિક દળ દ્વારા કરવામાં આવેલી રજુઆતમાં જણાવ્યા મુજબ તા.૯/૮/૨૦૧૮ ના રોજ દિલ્હી ખાતે જંતર-મંતર મેદાન પર અમુક અસામાંજીક તત્વો દ્રારા દેશની એકતા અખંડતા અને સમાનતાના પ્રતિક એવા ભારત દેશના બંધારણને જાહેરમાં સળગાવી દેશવિરોઘી કૃત્ય કરેલ છે તેમજ ભારતના સવિધાન વિરુધ્ધ નારા લગાવી દેશદ્રોહનો ગુન્હો આચરવામાં આવેલ છે
વધુમાં આ કૃત્યમાં ભારતીય સવિઘાન નિર્માતા ડો. બાબા સાહેબ આંબેડકરજી વિરુધ્ધ સુત્રોચ્ચાર કરેલ અને એસ.સી.-એસ.ટી. મુરદાબાદના નારા લગાવ્યા હતા જેથી આ તમામ લોકોને તાત્કાલીક ધોરણે ધરપકડ કરી દેશદ્રૌહની કલમો લગાવી દેશને બચાવવાનું કામ કરવા માંગ ઉઠાવી હતી.

- text

સ્વયં સૈનિક દળ દ્વારા આ કૃત્ય મામલે અભિષેક શુકલ, સંજય શર્મા, આલેખ દુબે, દિપક ગોર, આશુતોષ ઝા, સંતોષ શુકલ, કામિની ઝા સહિતનો વિરુદ્ધ એસ.સી., એસ.સી.એકટ મુજબ ૦ નંબર થી એફઆરઆઈ દાખલ કરી ઘટતી કાર્યવાહી કરવા અંતમાં માંગણી કરવામાં આવી હતી.

 

- text