મોરબી : વન વગડામાં ભીમે સ્થાપેલું શિવમંદિર એટલે લજાઈનું ભીમનાથ મહાદેવ મંદિર

- text


મોરબીમાં શ્રાવણે શિવભક્તિના ઘોડાપુર : ભીમનાથ મહાદેવ મંદિરે ભાવિકોનો જમાવડો

મોરબી : આજથી પાવનકારી પવિત્ર શ્રાવણમાસનો પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે મોરબી અપડેટ સૌ શિવભક્તોને હર…હર… મહાદેવ સાથે જિલ્લામાં આવેલા શિવમંદિર વિશે પ્રવર્તતી લોકવાયકા અને માહાત્મ્ય વિશે માહિતી આપવાનો સનિષ્ઠ પ્રયાસ કરશે, આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે લજાઈ નજીક આવેલા પ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ વિશે જાણીએ

ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम.
उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय मामृतात्

રાજકોટ મોરબી હાઇવે ઉપર ટંકારા તાલુકાના લજાઈ ગામથી ૩ કિ.મી દુર આવેલ અગમ અગોચર શ્રી ભીમનાથ મહાદેવનું આશરે પાંચ હજાર વર્ષ પુરાણું શિવમંદિર આવેલ છે. લોકવાયકા મુજબ પાંચ પાંડવો પૈકી ભીમસેન અને સહદેવે આ જગ્યામાં શ્રાપિત જોગણીઓનો મોક્ષ કરેલ હતો અને આ શિવલીંગની સ્થાપના ભીમસેનના હાથે કરવામા આવેલ હતી. જેથી આ શિવલીંગનું નામ ” શ્રી ભીમનાથ મહાદેવ” રાખવામા આવેલ.

ટંકારા થી મોરબી હાઈવે પર વસેલા લજાઈ ગામના વનવગડામાં આવેલ ભવ્યાતિભવ્ય દેવાધિદેવ મહાદેવ શ્રી ભીમનાથ નું પૌરાણિક મંદિર આવેલું છે. જયા સોમપુરી કલાના એક અદભૂત નમૂના રૂપે સુંદર કલાત્મક મંદિર શિવ ભક્તોમાં આસ્થાનું કેન્દ્ર છે કહેવાય છે કે આ મંદિર ની સ્થાપના ભિમે ચૌદ વર્ષના વનવાસ વખતે કરી હોવાથી આ મંદિરનું નામ ભીમનાથ મંદિર પાડવામાં આવ્યું હતું

ભીમનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ જોઈએ તો આદિ-અનાદિ કાળ પૂર્વેની ઢંકપુર નગરી અને તેમાંનો આ વિસ્તાર જેના સીમાળા છેક ચોટીલાથી દ્વારકા સુધી અડે, તે સમય જતા ખાંડવાપ્રસ્થ અને પછી પાંચાળ ભૂમિ તરીકે જાણીતા બનેલા વિસ્તારમાં આજથી પાંચેક હજાર વર્ષ પહેલાં પાંડવો જ્યારે ૧૨ વર્ષના વનવાસ માં હતા ત્યારે અહીં આવ્યાનું મનાઈ છે, પાંડવોએ એ સમયે કરેલ વસવાટની ભૂમિ નો એક ભાગ એટલે ટંકારા નજીકના આવેલ લજાઇ ગામ અહીં ભીમે પોતાના હાથે સ્થાપેલ મંદિર આજે ભીમનાથ મહાદેવ મંદિર નામે ઓળખાય છે.

ભીમ ને શિવ દર્શન બાદ જ ભોજન કરવાની પ્રતિજ્ઞા હોય ભીમે અહીં પોતાના હાથે શિવલિંગની સ્થાપના કરી પૂજન અર્ચન કરી શિવલિંગની સ્થાપના કરી હતી.આ વિશેના પુરાવા પૌરાણીક ગ્રંથોમાં પણ ઉલ્લેખ ઉપરથી જોવા મળે છે. ધનુરધર અર્જુન દ્રૌપદીના સ્વયંવરમાં મત્સ્ય વેધ કરે છે એ તરણેતર ભૂમિ અહીંથી થોડે જ કિમી દૂર આવેલી છે, જ્યાં વનવાસ દરમિયાન અર્જુને દ્રૌપદીને સાથે લગ્ન કર્યા હતા

- text

તો બીજા પૌરાણિક દાખલા ની વાત કરીએ તો અહીં નજીકમાં જ જોગેશ્વર ની જગ્યા પણ આવેલી છે જેનો ઈતિહાસ પણ પાંડવો સાથે જ સંકળાયેલો છે મહાભારતના ઈતિહાસ મુજબ અહી ૬૪ જોગણી નું નિવાસસ્થાન છે વેદવ્યાસ ના મત પ્રમાણે પાંડુરાજા અસંગત પામ્યા પછી કુંતીએ આત્માની સદગતિ માટે કુળગુરુ કૃપાચાર્યની આગેવાનીમાં અશ્વમેઘ યજ્ઞ કરવાનું નક્કી કર્યું હતું અને યદુનંદન ક્રિષ્નાની હાજરીમાં કરવાનું હોય એ માટે કૃષ્ણ ભગવાન અને મજલે ભૈયાને લેવા માટે રૂપવાન સહદેવ રથ લઇ ખાંડવાપ્રસ્થ જે પાંચાળ ભૂમિ અને હાલનું ટંકારાના લજાઈ ગામે પહોંચ્યો હતો ત્યારે આ જગ્યા પર ખપ્પર જોગણી સહદેવ ના સુંદર રૂપ અને યૌવન જોઈ લગ્નનો પ્રસ્તાવ મૂકે છે સહદેવ પરણેલા હોવાથી વિનંતી સાથે આ પ્રસ્તાવ ઠુકરાવતા જોગણી ગુસ્સે ભરાય અને મોહ અને માયા ના સહારો લઇ નિવસ્ત્ર થઈ નાચ – ગાન કરે છે પરંતુ સહદેવ ટસનો મસ ન થઇ સૌ જોગણીને હાથ જોડી માતા સમાન ગણાવી હું એક પત્નીવ્રતા પતિ નું રટણ કરતા જોગણીઓ શાંત થઈ અને તેના ઉપર ખુશ થઈ વરદાન માગવાનું કહે છે, પરંતુ સહદેવ કોઈ અપેક્ષા ન રાખતા જોગણી વધુ ખુશ થઈ અને તેમણે સામેથી જ્યારે પણ યાદ કરે ત્યારે હાજર થઈ જવાનું વચન આપે છે જે મહાભારતમાં પણ ઉલ્લેખ છે.

આમ આદિઅનાદિ કાળ પૂર્વેની ઢંકપુર નગરી ત્યારબાદ ખાંડવાપ્રસ્થ અને પછી ની પાંચાળ ભુમી વર્તમાનમાં નાના નાના ગામડા તરીકે ઓળખાય છે.

ટંકારા ના લજાઈ ગામે ભીમનાથ મહાદેવ મંદિર તરીકે પ્રખ્યાત જગ્યા મા પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન હોમાત્મક રૂદ્રાભિષેક યજ્ઞ કરવામાં આવે છે લજાઈ ગામ અને ગૌસેવા સાથે સંકળાયેલા લોકો અને શિવ ભક્તો અહીં નિત્ય દર્શન નો લાભ લઈ ધન્યતા અનુભવે છે

ઘણા સમયથી અપુજ, અવાવરૂ, બિહામણી પડેલી આ જગ્યા સવંત ૨૦૪૯ ના મહાશિવરાત્રીના શુભ દિવસે પુજ્ય શ્રી સોહમદતબાપુઅે ખાડા ટેકરાનું લેવલીંગ કામ કરાવી વૃક્ષારોપણ કરી આ જગ્યાનું નવું સંસ્કરણ કર્યું હતું. પુજ્ય સોહમદતબાપુઅે અન્નઆહારનો ત્યાગ કરી શિવ સંકલ્પ કરેલ હતો સવંત ૨૦૬૧ ના મહાશિવરાત્રીના શુભદિવસે તા. ૮/૩/૨૦૦૫ ને મંગળવારે શિલ્પ શાસ્ત્રના નિયમ મુજબ શિલાન્યાશ કરાવી ભવ્ય શિવમંદિરનું નિર્માણ કરી સનાતન ધર્મનો ભગવો લહેરાવી શિવ સંકલ્પ પુરો કરેલ હોવાનું વડીલો જણાવી રહ્યા છે.

- text