છોટાકાશી ગણાતા હળવદના શિવ મંદિરો ભાવિકોની ભીડથી ઉભરાયા

- text


હળવદની ચારેય દિશાએ આવેલા પૌરાણિક શિવાલયો પૂજા, અર્ચનાથી ધમધમ્યા

હળવદ : છોટાકાશી ગણાતા હળવદ નગરીમાં શ્રાવણ માસનો મહિમા અનેરો જાવા મળે છે. હળવદ શહેરમાં શંકરના અનેક મંદિરો આવેલા છે ત્યારે આજથી શરૂ થતા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન વહેલી સવારથી જ તમામ શિવાલયોમાં નિત્યપુજા, અભિષેક, શિવપુજન જેવા અનેક ધાર્મિક કાર્યક્રમો સહિત ઉત્સવો સમગ્ર શ્રાવણ માસમાં જાવા મળશે. શ્રાવણના પ્રથમ દિવસે શિવ મંદિરો ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.

બારેમાસના અનેક માસનો શ્રાવણમાસનું મહત્વ અવિશેષ હોય છે. ત્યારે ભકિત પર્વનો માસ ગણાતો શ્રાવણ માસનો આજથી પ્રારંભ થતા હળવદ પંથક તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના શિવાલયોમાં આખો શ્રાવણ માસ પુજા, અર્ચનથી ધમધમતો જાવા મળશે અને અનેક ભાવિક ભકતો વહેલી સવારથી જ ધોતી -મુકટા પહેરી વહેલી સવારથી પુજા, અર્ચન માટે ઉમટી પડ્યા. દેશભરમાં ચારેય દિશાએ એક પણ એવું ગામ નહીં હોય જયાં ભગવાન ભોળાનાથનું શિવાલય કે વાસ ન હોય. તેમ હળવદ શહેરની ચારેય દિશાએ ઉપરાંત વિવિધ શેરી-ગલીઓમાં શિવાલયો આવેલા છે. દેવોથી પ્રતિષ્ઠીત અને પુજીત દ્રાદશ જયોર્તિલીંગ તેમજ પ્રસિધ્ધ શિવ મંદિરોનું મહાત્મય અલૌકિકતાથી સભર છે.

- text

ભોળાનાથ પુજનનો અતિ મહત્વનો ગણાતો શ્રાવણ માસના પ્રારંભે હળવદના શિવ મંદિરો ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠશે. શહેરની સામતસર તળાવની સમીપે આવેલ પૌરાણીક શરણેશ્વર મહાદેવ, વૈજથનાથ મહાદેવ, નિલકંઠ મહાદેવ, કાશિ વિશ્વનાથ મહાદેવ, ગોલેશ્વર મહાદેવ, પંચમુખી મહાદેવ સહિતના શિવાલયોમાં ભાવિક ભકતોની ભીડ સમગ્ર શ્રાવણ માસ દરમિયાન જાવા મળશે અને વહેલી સવારથી જ ભકતો ભગવાન ભોળાનાથના દર્શનનો લાભ લેશે. આમ આખો શ્રાવણ માસ હર હર મહાદેવના નાદ સાથે શિવાલયો ગુંજી ઉઠશે.

- text