મોરબી જિલ્લા ક્રાઇમ ડાયરી

- text


(1) મોરબીના રફાળેશ્વરમાં મશીનમાં હાથ આવી જતા શ્રમિક મહિલાનું મોત

મોરબી : મોરબીના રફાળેશ્વર નજીક આવેલ સિરામિક ફેકટરીમાં કામ કરતા શ્રમિક મહિલાનો હાથ મશીનમાં આવી જતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ ભુરી બહેન ધીરૂભાઈ આદીવાસી ઉવ.૩૦ રહે. રફાળેશ્વર કેડા સીરામીક કારખાના વાળા કામ કરતા હતા ત્યારે તેમના હાથ મશીનમા આવી જતા ઈજા થતા પ્રથમ રાજકોટ સારવારમાં લઈ જવાયા હતા બાદમાં વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા.જ્યાં સારવાર દરમિયાન શ્રમિક મહિલાનું મોત નિપજતા પોલીસે ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

(2) મોરબીના મહેન્દ્રપરામાંથી બિયરના ૬ ડબલા ઝડપાયા : આરોપી છૂ..

- text

મોરબી : મોરબીના મહેન્દ્રપરા શેરી નંબર – ૬ માં પોલીસે દરોડો પાડી
મંજુરહુશેન અબ્દુલભાઇ વડાવરીયાના ભોગવટા વાળા રહેણાંક મકાનમાં કાર્લ્સબર્ગ એલીફન્ટ સ્ટ્રોગ ૫૦૦ એમ.એલ કંપની શીલબંધ બિયર ટીન નંગ-૬ કિ.રૂ.૬૦૦ નો જથ્થો મળી આવતા પોલીસે જપ્ત કરી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

(3) મોરબીમાં ગળેફાંસો ખાઈ લેતા આધેડનું મોત

મોરબી : મોરબીના સનાળા રોડ ઉપર વિશ્વકર્મા પાર્કમાં રહેતા સુથાર પ્રોઢે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ વિનોદભાઇ નરોતમભાઇ વડગામા જાતે સુથાર ઉ-૪૫ રહે-શનાળા રોડ વીશ્વ કર્મા પાર્ક નીલકંઠ મહાદેવ મંદીર ની પાછળ સત્યમ પાન વાળી શેરી મોરબી વાળા કોઇ પણ કારણોસર પોતાના ઘરે બીજા માળે ગળા ફાસો ખાઇ લેતા મરણ જતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text