મોરબી માળીયા હાઇવે ઉપર જુગાર રમતા પાંચ ઝડપાયા : ૧.૭ લાખ રોકડા જપ્ત

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસે માળીયા નેશનલ હાઇવે પર આઈમાં હોટલ નજીક જાહેરમાં જુગાર રમતા પાંચ શખસોને રૂપિયા ૧,૦૭,૦૦૦ ની રોકડ સાથે ઝડપી લેતા ચકચાર જાગી છે.

ઇન્ચાર્જ જિલ્લા પોલીસવડા બનો જોષીની સુચના અને માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ મથકના પ્રો. પીએસઆઇ આર.એ.જાડેજા તથા સવેંલન્સ સ્ટાફના એ.એસ.આઇ એમ.સી.જાડેજા, પો.કોન્સ જુવાનસિંહ ઝાલા તથા દિનેશભાઇ બાવળીયા, અમીતભાઇ પટેલ, ઉજવલદાન ગઢવી, શક્તિસિંહ જાડેજા, કિર્તીસિંહ જાડેજા વિગેરે સ્ટાફના માણસો પેટ્રોલીગ હતા તે દરમિયાન દરમ્યાન મોરબી – માળીયા હાઇવે ઉપર આઇ માતા હોટલ સામેના ખુલ્લા પટમાં ઝાડ નીચેથી જાહેરમાં ગંજીપતાના પાના પૈસા વતી તીનપતીનો નશીબ આધારીત હારજીતનો જુગાર રમતા શખ્સોને ઝડપી લીધા હતા.

- text

દરોડા દરમિયાન પોલીસે આરોપીઓ (૧) ભાવેશભાઇ ઉર્ફે મુન્નાભાઇ પરબતભાઇ ધ્રાંગા (ર) રમેશભાઇ નરસંગભાઇ બાલાસરા (૩) વલમજીભાઇ ઉકાભાઇ સંઘાણી (૪) પ્રશાંતભાઇ પ્રભાતભાઇ ધ્રાંગા અને (૫) ભાનુભાઇ જશાભાઇ રાઠોડ વાળાઓને જુગારની રેઇડ દરમ્યાન રોકડા રૂ.૧,૦૭,૦૦૦ સાથે મળી આવતા તમામ આરોપીઓને ધોરણસર અટક કરી તેમના વિરૂધ્ધ મોરબી તાલુકા પો.સ્ટે.માં સેકન્ડ ગુ.ર.ન.૩૩૮૬/૧૮ જુગારધારા કલમ ૧૨ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ હતો.

- text