મોરબીના કોંગી અગ્રણીએ મગફળી કૌભાંડ મામલે શ્વેતપત્ર બહાર પાડવાની માંગ ઉઠાવી

- text


ઢાંકપીછોડો કરવાને બદલે સત્યને ઉજાગર કરવામાં આવે તેવી કૃષિમંત્રીને રજુઆત
મોરબી : મગફળીના મસમોટા કૌભાંડો ખુલી રહ્યા છે. ત્યારે આ કૌભાંડને લઈને મોરબીના કોંગી અગ્રણીએ સરકાર ઓર પ્રહારો કરીને કૃષિ મંત્રીને રજુઆત કરી હતી. જેમાં મગફળી કૌભાંડ અંગે શ્વેતપત્ર બહાર પાડી સત્યને ઉજાગર કરવાની માંગ ઉઠાવાઈ છે.

મોરબીના કોંગી અગ્રણી કે.પી. ભાગીયાએ કૃષિ મંત્રીને રજુઆત કરી હતી કે અત્યાર સુધીમાં ૧૧ મગફળીના કૌભાંડો બહાર આવ્યા છે. ગોડાઉનની જે પ્રકારે થિયરી પ્રકાશિત કે પુનરાવર્તન થાય છે. તે બાબત જોતા લાગી રહ્યું છે કે સત્ય દબાઈ જશે. દરેક વખતે મગફળીના કૌભાંડમાં કડકમાં કડક કાર્યવાહી કરીશના વચનો અભિબોલ અભિફોક જેવા પૂરવાર થાય છે.

- text

અત્યાર સુધીમાં મગફળી કૌભાંડમાં માછલીઓને પકડીને મોટા મગરમાછોને છાવરવામાં આવે છે. ત્યારે મગફળી કૌભાંડ મામલે શ્વેતપત્ર બહાર પાડી સમગ્ર પ્રકરણ પર ઢાંકપીછોડો કરવાને બદલે સત્યને ઉજાગર કરવાની માંગ કરી છે.

- text