મોરબીના કોંગી અગ્રણી દ્વારા ગૌ સેવકની હત્યા મામલે નાયબ મુખ્યમંત્રીને રજુઆત

- text


લજાઈ ગામે ચાલતા જમીન પ્રકરણની યોગ્ય તપાસ કરવાની માંગ
મોરબી : મોરબીના કોંગી અગ્રણીએ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ગૌ સેવકની હત્યા મામલે કડક કાર્યવાહી કરવા નાયબ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી.

પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ નાયબ મુખ્યમંત્રીને રજૂઆતમાં જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ખેરપુર ગામે રહેતા ગૌ ભક્ત રાજુભાઇ રબારીની કસાઈઓ દ્વારા કરપીણ હત્યા કરવામાં આવી છે.

- text

આ બનાવ આત્યંત્ત દુઃખદ હોય તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે. ઉપરાંત હળવદ-ધ્રાંગધ્રામાં ડબલ મર્ડર, સુરેન્દ્રનગરમાં યુવાનનું મર્ડર તેમજ લજાઈ ગામે ચાલતા જમીન વિવાદી પ્રકરણની તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે.

- text