ટંકારાની ન્યુ વિઝન સ્કૂલની ત્રણ છાત્રાઓ જિલ્લા કક્ષાની ગાયન વિભાગની સ્પર્ધામાં પ્રથમ

- text


ટંકારા : ટંકારાની ન્યુ વિઝન સ્કૂલની ત્રણ વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ગાયન વિભાગની સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમાંક મેળવીને શાળા તેમજ પરિવારનું ગૌરવ વધાર્યું છે.

જિલ્લા કક્ષાની કલા મહાકુંભમાં ન્યુ વિઝન સ્કૂલમાં અભ્યાસ કરતા ધ્રુવીબેન ફેફર અને નેહલબા ઝાલાએ ભજનમાં અને ધ્રુવીબેન કડીવારે શાસ્ત્રીય કંઠય સંગીત સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. વિદ્યાર્થીનીઓની સિદ્ધિ બદલ શાળાના દિલીપભાઈ બારૈયાએ અભિનંદન પાઠવ્યા છે. સાથે સંગીતના શિક્ષક ભાર્ગવભાઈ દવેને પણ અભિનંદન અપાયા છે.

- text

- text