લજાઈના આરોગ્ય કેન્દ્રમાં કાયમી તબીબના અભાવે દર્દીઓને હાલાકી

- text


ચાર્જમાં રહેલા ડોકટર અઠવાડિયે ત્રણ દિવસ જ હાજરી આપી શકતા હોવાથી દર્દીઓની હાલત કફોડી

ટંકારા : ટંકારાના લજાઈ ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં હાલ ડોકટર તો છે પરંતુ તે ચાર્જ પર છે. હાલ ચાર્જ પર રહેલા આ ડોકટર અઠવાડિયે માત્ર ત્રણ દિવસ જ આવતા હોવાથી દર્દીઓની હાલત કફોડી બની છે. ત્યારે તાત્કાલિક કાયમી ડોકટર મુકવામાં આવે તેવી ગ્રાહક સુરક્ષા મંડળે આરોગ્યમંત્રીને રજુઆત કરી છે.

ટંકારા શહેર-તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમભાઈ વામજાએ રાજ્યના આરોગ્ય મંત્રીને રજુઆતમાં જણાવ્યું કે ટંકારા તાલુકામાં લજાઈ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલ છે જેનું નવું બિલ્ડીંગ બનાવવામાં આવ્યું છે આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ ૨૩,૧૦૦ની વસ્તી આવેલી છે છતાં ડોક્ટર ચાર્જ પર મુકવામાં આવ્યા છે અને અઠવાડિયામાં ત્રણ દિવસ હાજરી આપી શકે છે જેથી દર્દીને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે

- text

હાલમાં ૮૦ થી ૧૦૦ જેટલી ઓપીડી પણ થાય છે છતાં હજુ કાયમી ડોક્ટરની નિમણુંક થઇ નથી જેથી કાયમી ડોક્ટરની વહેલી તકે નિમણુંક કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.

- text