મોરબી શહેર જિલ્લામાં નાઈટ પેટ્રોલિંગ : વાહનોનું સઘન ચેકીંગ

- text


ડીવાયએસપી સહિતના કાફલો દ્વારા હાઇવે અને શહેરમાં ચેકીંગ

મોરબી : મોરબી જિલ્લામાં નવા જિલ્લા પોલીસ વડા આવતા જ પોલીસ તંત્ર ચેતનવંતુ બન્યું છે અને પોલીસ ઉત્સાહભેર કામગીરી કરવા મેદાને ઉતરતા ગુન્હેગારો ભો ભીતર થયા છે ત્યારે આજે શહેર અને જિલ્લામાં નાઈટ પેટ્રોલિંગ કરી સઘન વાહન ચેકીંગ કરવામાં આવ્યું હતું.

જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલાની સૂચનાથી આજે શહેરના તમામ મુખ્યમાર્ગો પર પોલીસે નાઈટ પેટ્રોલિંગ કરી સઘન વાહન ચેકીંગ કર્યું હતું, આ કાર્યવાહીમાં ડીવાયએસપી બન્નો જોશી સહિત તમામ પોલીસ મથકનો સ્ટાફ જોડાયો હતો.

- text

જિલ્લામાં પોલીસ સતર્ક બનીને કામગીરી કરી રહી હોવાથી ગુન્હેગારો અને ખાસ કરીને અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે તો સામાન્ય માણસોને લુખ્ખાઓની રંજાડથી મુક્તિ મળતાં લોકો પોલીસ કામગીરીને બિરદાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે નવા જિલ્લા પોલીસ વડા આવતા મોરબીમાં દારૂડિયાઓ અને બાબુડિયાઓને સૌથી વધુ મુશ્કેલી પડી છે અને દારૂ પી કાર – બાઇક ચલાવતા તત્વો ખૂણે ખાચરે ભરાઈ ગયા હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.

 

- text