મોરબીના બેલા નજીક ડમ્પરે હડફેટ લેતા મોટર સાયકલ ચાલકને ઇજા

- text


મોરબી : મોરબીના બેલા ગામ પાસે ધન્યવાદ હોટલ નજીક ડમ્પર ચાલકે મોટર સાયકલ ચાલકને હડફેટ લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી, આ અકસ્માત સર્જી ડમ્પર ચાલક નાસી છૂટ્યો હતો.

જાણવા મળ્યા મુજબ મોરબીના બેલા રોડ પર મોટર સાયકલ લઈને જઇ રહેલા દીલીપભાઇ રામજીભાઇ ચૌહાણ ઉ.૨૭ રહે. નીચી માંડલ વાળાને ડમ્પર ટ્રક નંબર – GJ-09-Z-5499 વાળાએ પુરઝડપે અને બેદરકારી રાખી મનુષ્ય ની જિંદગી જોખમાય તેમ બેદરકારીથી ચલાવી એકદમ સાઇડના રોડ ઉપર ચડાવી ફરીને તેઓ હીરો સ્પ્લેન્ડર મો.સા. નં-GJ-36 –E-5581 વાળા સહીત હડફેટે લઇ પછાડી દીધા હતા.

- text

આ અકસ્માતમાં ફરીયાદીને કમરના ભાગે તથા જમણા પગના થાપાના ભાગે ફેકચરની તથા ગુપ્ત ભાગે તથા બંન્ને પગે ડાબા હાથે છાતી ના ભાગે ઇજાઓ પહોચાડી પોતાના હવાલાનો ટ્રક રેઢો મુકી નાશી જતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- text