મોરબી એલઇ કોલેજના પટેલ ગ્રુપની લાયબ્રેરીની મિલકત બારોબાર બીજાને આપી દેવાતા વિવાદ

- text


એલ.ઇ.કોલેજના પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા કલેકટરને રજુઆત : ઉપવાસ આંદોલનની ચીમકી

મોરબી : મોરબી એલ.ઇ.કોલેજના પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓ માટે ખરીદ કરવામાં આવેલી લાયબ્રેરીની અગાશીની મિલકત પટેલ સોશ્યલ ગ્રુપ ફાઉન્ડેશનના જ કેટલાક ટ્રસ્ટીઓએ બારોબર વેચી નાખવાના આરોપ સાથે આ મામલે આજે ગ્રુપ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ઉપવાસ આંદોલનની ચીમકી આપવામાં આવી હતી.

કલેક્ટરને કરીલી લેખિત એજુઆત મુજબ એલ.ઈ. કોલેજ મોરબીમાં ૧૯૮૨ થી ચાલતા પટેલ સોશ્યલ ગ્રપે ૨૦૧૩ માં એલ.ઇ.કોલેજમાં ઇજનેર કરતા વિદ્યાર્થીઓના લાભાર્થે મોરબી ખાતે સર્કિટ હાઉસ પાસે બીજા માળે ૧૩ દુકાનની છત (૨૨૦૦ સ્કવેર ફૂટ) જગ્યા પટેલ સોશ્યલ ગ્રુપ દ્રારા લેવામાં આવી હતી.

ત્યારબાદ ૨૦૧૭ માં અહીં બંધકામ કરવામાં આવ્યુ હતું પરંતુ પટેલ સોશ્યલ ગ્રુપ ફાઉન્ડેશનના અમુક ટ્રસ્ટીઓએ વિદ્યાર્થીઓને, અને ગ્રુપના આગેવાનોને વિશ્વાસમાં લીધા વગર મિલીભગતથી અમુક ટ્રસ્ટીઓએ અન્ય વ્યક્તિને ગેરકાયદેસર રીતે કબજો આપેલ છે. અને લેનાર પાર્ટીએ મંજૂરી લીધા વગર કબજો કરેલ છે. વધુમાં લેનાર પાર્ટીએ કોઇપણ દસ્તાવેજ કર્યા વગર આ જગ્યામાં તોડફોડ કરેલ છે. તેના કારણે ગૃપના વિદ્યાર્થીઓને આર્થિક રીતે નુકસાન થયેલ છે.

- text

વિદ્યાર્થીઓ દ્રારા ઘણા મહિનાથી વેચનાર અને લેનાર પાર્ટીને અનેક વિનંતી અને અરજી કરવા છતાં તેનુ કોઇ નિરાકરણ આવેલ નથી.જો વિદ્યાર્થીઓની માંગ સ્વીકારી સાત દિવસમાં જગ્યા પરત આપવામાં નહીં આવે તો પટેલ ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓ સાથે પ્રથમ ગાંધી ચિંધ્યા માર્ગ આંદોલન કરશે અને તેમ છતાં નિરાકરણ નહીં આવે તો ભગતસિંહ ર્ચિધ્યા માર્ગે ઊતરીને વિદ્યાર્થીઓના હક્કની આ મિલકત મેળવશે, તેના લીધે જે પરિણામ આવશે તેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે તેવી ચીમકી આપવામાં આવી છે.

- text