મોરબીમાં ભાજપના નેતા જયંતિ ભાનુશાલીના વિરોધમાં મહિલા કોંગ્રેસ સમિતિનું આવેદન

- text


મોરબી : મહિલાનું શોષણ કરી ભાજપના નેતા જયંતિ ભાનુશાલીએ ગુજરાતની અસ્મિતાને કલંક લગાડ્યું હોવાના આક્ષેપ સાથે મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું.

- text

મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિએ કલેક્ટરને આવેદનમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં બહેન બેટીઓની ઈજ્જત સલામત નથી. તાજેતરમાં ભાજપના નેતા જયંતિ ભાનુશાલિની કરતૂત સામે આવી છે. તેઓએ એક મહિલાનું શોષણ કરીને ગુજરાતની અસ્મિતાને કલંક લગાડ્યું છે. વધુમાં આ બાબતે જો યોગ્ય પગલાં લેવામાં નહિ આવે તો મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા આંદોલન સહિતના કાર્યક્રમો કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામા આવી છે.

- text