મોરબી : નર્મદા કેનાલમાં વધુ પાણી છોડવા સરકારમાં રજુઆત કરતા ધારાસભ્ય

- text


ઘોડાધ્રોઈ ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવા તેમજ બ્રહ્માણી ડેમના પાટિયા ખોલવાની માંગ ઉઠાવી

મોરબી : નર્મદાની બ્રાંન્ચ કેનાલો મોરબી, માળિયા અને ધ્રાંગધ્રામાં સિંચાઈ માટે વધુ પાણી છોડવા ધારાસભ્યો બ્રિજેશ મેરજા, પરષોત્તમ સાબરીયાએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને રૂબરૂ રજુઆત કરી હતી. આ ઉપરાંત ઘોડાધ્રોઇ ડેમમાં પાણી ઠાલવવા અને બ્રાહ્મણી-૧ ડેમનું પાણી છોડવા સિંચાઈ મંત્રી પરબતભાઇ પટેલને રજુઆત કરી હતી.

ત્રણેય ધારાસભ્યોએ નાયબ મુખ્યમંત્રીને રજુઆતમાં જણાવાયું હતું કે મોરબી, હળવદ અને માળીયા તાલુકાને સ્પર્શતી નર્મદા બ્રાન્ચ કેનાલોમાં હાલ પાણીનો અપૂરતો જથ્થો ઠાલવવામાં આવી રહ્યો છે. આ પાણીમાં ખેડુતો ખરીફ પાક લઈ શકે તેમ નથી. ઉપરાંત આ કેનાલોમાંથી પાણી ખોટી જગ્યાએ પણ જઈ રહ્યું છે. ત્યારે સઘન પેટ્રોલિંગ કરાવીને પાણીનો દુરવ્યય થતો અટકાવવામાં આવે. ખેડૂતોનો પાક સુકાઈ તે પૂર્વે પાણીનો જથ્થો વધારવામાં આવે તેવી માંગ છે.

- text

આ ઉપરાંત મોરબી તાલુકાના ઝીકિયાળી ગામે આવેલા ઘોડાધ્રોઇ ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવામાં આવે તેમજ બ્રહ્માણી-૧ ડેમના પાટિયા ખોલીને ખેડૂતો માટે સિંચાઈ માટેનું પાણી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી ધારાસભ્યોએ માંગ ઉઠાવી છે.

- text