હળવદ : સુસવાવ ગામે જીવતો વાયર પડતા બે ગાયોના મોત

- text


ગત મોડી રાત્રે બન્યો બનાવ : ગૌપ્રેમીઓમાં બે ગાયોના મોતથી અરેરાટી

હળવદ : હળવદ તાલુકાના સુસવાવ ગામે ગત મોડી રાત્રે જીવતા વીજ વાયર પડતા બે ગાયોના મોત થયા હતા. જાકે બનાવથી જીવદયાપ્રેમીઓમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. આ ઘટનાની જાણ પીજીવીસીએલના કર્મચારીઓને થતા તેઓ તાત્કાલીક દોડી જઈ વીજ પુરવઠો બંધ કરી મૃતક ગાયોના માલિકનું નિવેદન લઈ તપાસ હાથ ધરી હતી.

- text

જાણવા મળતી વિગતો મુજબ ગત મોડી રાત્રીના હળવદ તાલુકાના સુસવાવ ગામે માલધારીના વાડામાં ૬૬ કે.વી.ની લાઈનનો જીવતો વીજ વાયર વાડામાં પડતા બે ગૌમાતાના ઘટનાસ્થળે જ મોત થયા હતા. બનાવની જાણ ગ્રામજનોને થતા લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને આ અંગેની જાણ પીજીવીસીએલના અધિકારીઓને કરાતા એ.જે.પ્રજાપતિ, કે.કે.ખેર, આર.એમ.પરમાર, વી.આર.વાળા સહિતનાઓએ સુસવાવ ગામે દોડી જઈ વીજ પુરવઠો બંધ કરાવી ઘટનાસ્થળનું પંચનામું કરી ઉપલી કચેરીને મોકલી આપેલ. જયારે બીજી તરફ પંથકમાં અવારનવાર જીવતા વીજ વાયર પડવાના કારણે અવારનવાર મુંગા પશુઓના મોત નિપજયાના બનાવો ખાસ કરીને ચોમાસાની ઋતુમાં વધુ બનતા હોય છે. ત્યારે ચોમાસાની ઋતુમાં જે વીજ વાયર ખરાબ થઈ ગયા હોય તેને જા બદલાવામાં આવે તો આવા બનાવો મહદઅંશે અટકી શકે તેમ ગૌપ્રેમીઓએ જણાવ્યું હતું.

- text