મોરબી ક્રાઇમ ડાયરી

- text


(1) મોરબી નજીક માળીયા હાઇવે પરથી બાઇકની ઉઠાંતરી

મોરબી : મોરબી નજીક માળીયા હાઇવે પરથી હીરો એચએફ ડિલક્ષ બાઈક ચોરી થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી નજીક માળીયા હાઇવે પર ટીંબડી હિલ્સન હોટેલ નીચે ખંડેવાલ લોજીસ્ટિકની ટ્રાન્સપોર્ટ ઓફીસ સાંમેથી મનોજકુમાર શ્યામસુંદર શર્માનું હિરો એચએફ ડિલક્ષ બાઈક ચોરી થયું છે. આ મામલે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

(2) મોરબીના આમરણ ગામે એક બોટલ ઈંગ્લીશ દારૂ સાથે શખ્સ ઝડપાયો

મોરબી : મોરબીના આમરણ ગામે એક્ટિવામાં એક બોટલ વિદેશી દારૂ લઈ જતો શખ્સ પોલીસની ઝપટે ચડી ગયો હતો.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના આમરણ ગામે જયેશ રામજીભાઈ વરસડા ઉ.વ.૩૮ એક બોટલ વિદેશી દારૂ એક્ટિવા પર લઈ જતા પકડાયો હતો. તાલુકા પોલીસે શખ્સ સામે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text