ટંકારા : રીક્ષા પલટી જતા દંપતિને ઇજા

- text


ટંકારા : ટંકારાના ચાર માર્ગ ઉપર રીક્ષા ચાલકે સ્ટેરીગ પરનો કાબુ ગુમાવતા રીક્ષા પલ્ટી જતા ગાંધીગ્રામના દંપતીને ઈજાઓ પહોંચી હતી. આ દંપતીને રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. દંપતિ ધર વખરીનો સામાન લઈ રાજકોટ જતું હતું ત્યારે ટંકારા પાસે અકસ્માત નડ્યો હતો.

બનાવ અંગે મળતી વિગતો પ્રમાણે આજે સવારે દશેક વાગ્યાના સુમારે ગાંધીગ્રામ થી ધર વખરી નો સામાન ભરી રાજકોટ જતી જીજે-૧-સિવી-૫૪૭૭ ની રીક્ષા ટંકારા ની લતીપર ચોકડી થી થોડે આગળ વધી હતી ત્યારે અચાનક ચાલકે કાબુ ગુમાવતા રીક્ષા ફુટપાટ પર ચડી પલ્ટી મારી જતા રીક્ષા મા સવાર દેવી પુજક દેવાભાઇ કેશાભાઈ અને તેમના પત્ની અરૂણાબેન ને ઈજા પહોંચી હતી

- text

રાહદારીઓ એ તાત્કાલિક ૧૦૮ ને જાણ કરતા પાઈલોટ સલીમ ભુંગર અને ડો. વલ્લભ લાઠીયા પહોચી પાર્થમીક સારવાર અર્થે પ્રથમ અહીની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયેલ છે.

- text