મોરબીની ઇન્ડિયન બેંકમાં થયું શોટ સર્કિટ : ફાયર બ્રિગેડને જાણ કરાઈ

- text


મોરબી : મોરબીના જેલ રોડ પર આવેલી ઇન્ડિયન બેંકમાં શોટ સર્કિટ થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.

પ્રાપ્ત થતી માહિતી મુજબ મોરબીના જેલ રોડ પર આવેલી ઇન્ડિયન બેંકમાં આજે સવારે શોટ સર્કિટ થયું હતું. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જો કે શોટ સર્કિટના કારણે કોઈ જાન માલને કોઈ નુકશાન થયું ન હતું. થોડી વાર માટે વીજ પુરવઠો ખોરવાયો હતો. જેના કારણે ગ્રાહકોને મુશ્કેલી પડી હતી.

- text

 

- text