મોરબીની વીસી હાઈસ્કૂલમાં યોજાયો એપ્રેન્ટીસશિપ ભરતી મેળો

- text


મોરબી : મોરબીની વીસી હાઈસ્કૂલ ખાતે એપ્રેન્ટીસશિપ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં રોજગાર ઇચ્છુક લોકોએ ભાગ લીધો હતો. આ તકે અનેક મહાનુભાવોની પણ પ્રેરક હાજરી રહી હતી.

વી.સી. હાઇસ્કૂલ ખાતે જિલ્લા રોજગાર કચેરી અને ઉધોગીક તાલીમ સંસ્થા અને જિલ્લા ઉધોગના સંયુક્ત ઉપક્રમે એપ્રેન્ટીસસીપ ભરતી મેળો યોજાયો હતો. જેમાં મોરબી સિરામિક એસોસિયેશનના સીઇઓ વાછાણી, વીસી હાઇસ્કૂલ આચાર્ય વિડજા , આઈટીઆઈના આચાર્ય કૈલા ,રોજગાર અધિકારી જોબનપુત્રા , જીલ્લા ઉધોગના ભાટીયા , લેબર ઓફિસર મહેતા,પ્રવિણભાઇ પટેલ આસી. એપ્રે. એડવાઇઝર અને હરેશભાઇ બોપલિયા હાજર રહ્યા હતા. અને બહોળી સંખ્યામાં તાલીમાર્થીઓ અને ઊધોગકારો હાજર રહ્યા હતા.

- text

- text