વાંકાનેરમાં તાલુકા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે મોરબીના શિક્ષકે સેવા આપી

- text


નિર્ણાયક તરીકે પસંદગી થતા શિક્ષક પર થઇ અભિનંદન વર્ષા

મોરબી : મોરબી તાલુકાની નવા ઢૂંવા પ્રાથમિક શાળાના શિક્ષકે વાંકાનેરમાં તાલુકા કક્ષાની કલા મહાકુંભમાં નિર્ણાયક તરીકેની સફળ ભૂમિકા બજાવી હતી. આ શિક્ષકની નિર્ણાયક તરીકે પસંદગી થતા તેઓ પર ઠેર ઠેરથી અભીનંદન વર્ષા થઈ હતી.

- text

મોરબી તાલુકાની નવા ઢૂંવા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હેતલબેન જાદવની વાંકાનેરમાં યોજાયેલ તાલુકા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે પસંદગી કરવામાં આવી હતી. હેતલબેને સફળ રીતે તાલુકા કક્ષાની લગ્નગીત લોકગીત, ભજન, ગરબા, લોક નૃત્ય જેવી સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકે સેવા આપી હતી.હેલતબેનની નિર્ણાયક તરીકે પસંદગી કરવામાં આવતા તેઓ પર ઠેર ઠેરથી અભીનંદન વર્ષા થઈ હતી.

- text