મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સરાફી મંડળીની સાધારણ સભા યોજાઈ

- text


તેજસ્વી છાત્રો તેમજ બઢતી પામેલા અધિકારીનું સન્માન કરાયું

મોરબી : મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સરાફી મંડળીની ૨૨મી સાધારણ સભા યોજાઈ હતી. જેમાં ઉપસ્થિત રહેલા તમામ સભાસદોને સ્મૃતિભેટ અર્પણ કરવામાં આવી હતી. ધો. ૧૦ અને ૧૨માં સારા માર્કસે ઉત્તીર્ણ થયેલા છાત્રો તેમજ બઢતી પામેલા અધિકારીનું સન્માન કરવામાં આવ્યું હતું.

મોરબીની બુનિયાદી કન્યા શાળા ખાતે મોરબી શહેરી વિસ્તારની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકો માટે સહકારી મંડળી ચાલે છે જેમાં શિક્ષકોને ૧૦ લાખ તેમજ સભ્યને ૪ લાખ પૂરક ધિરાણ ૧૧ ટકા ના વ્યાજદરે આપવામાં આવે છે દરેક શિક્ષકને અકસ્માત વીમો ૫ લાખનો આપવામાં આવે છે અને તેનું પ્રીમિયમ મંડળી ભરે છે ઉપરાંત કોઈ શિક્ષકનું ચાલુ નોકરી દરમ્યાન મૃત્યુ થાય તો રૂપિયા પચાસ હજારની સહાય મંડળી કરે છે, આમ શિક્ષકો ની શિક્ષકો માટે અને શિક્ષકો દૌરા ચાલતી મંડળી શિક્ષકો માટે અનેકવિધ કલ્યાણકારી પ્રવૃતિઓ કરે છે.

- text

વર્ષ દરમ્યાન થયેલ ખર્ચ, આપેલ ધિરાણ, વસુલાત, થયેલ કાર્યવાહીને બહાલી આપવાના હેતુસર વાર્ષિક સાધારણ સભા યોજાઈ ગઇ જેમાં તમામ સભાસદોની હાજરી માં મંત્રી જયેશભાઇ બાવરવાએ મંડળીની ગતિ અને ગરિમા, મંડળીની પ્રગતિ,અને આવક જાવકના હિસાબો રજૂ કર્યા પ્રમુખ કલ્પેશભાઈ મહોતે આગામી સમયમાં સૌ સભાસદોનો સાથ અને સહકાર મળતો રહે અને મંડળી સતત શિક્ષકો માટે સારા કામ કરતી રહેશે એવી ખાત્રી આપી હતી.

આ તકે આર.ડી. સી.બેન્કના ચેતનભાઈ ભૂત બ્રાન્ચ મેનેજર માંથી પ્રમોશન મેળવી ડે. મોરબી ઝોન તરીકે મળતા મંડળી દૌરા સન્માન કરાયુ હતું, તેમજ ધોરણ ૧૦ અને ૧૨ માં સારા માર્કસે ઉત્તીર્ણ થયેલ તેજસ્વી તારલા નું સન્માન પણ કરાયું હતું, અને તમામ સભાસદોને ભેટ અર્પણ કરવામાં આવી હતી. પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોએ કાર્યક્રમ માં હાજરી આપી મંડળીની પ્રવૃત્તિને બિરદાવી હતી , કાર્યક્રમ ને સફળ બનાવવા વ્યવસ્થાપક સમિતિના તમામ હોદ્દેદારોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.

- text