ક્યાં બાત હૈ ! એક હજારથી વધુ બાળકો ખાનગી શાળા છોડી સરકારી શાળામાં આવ્યા

- text


મોરબી તાલુકાના ૭૦૦થી વધું સહીત જિલ્લામાં ૧૧૮૭ છાત્રો ખાનગી શાળા છોડી સરકારી શાળામા આવ્યા : અમુક ગામે સામુહિક છાત્રોને સરકારી શાળામાં મુકવા નિર્ણય લીધો

મોરબી : આજના સ્પર્ધાત્મક યુગમા વાલીઓ પોતાના બાળકોને મોંઘામા મોઘી ખાનગી શાળામા પ્રવેશ અપાવતા હોય છે.તો દેખા-દેખીમા પણ અમુક વાલીઓ બાળકોને ખાનગી શાળામાં મોકલે છે. જો કે, મોરબી જિલ્લામા જાણે વાલીઓનો ખાનગી શાળાઓ પ્રત્યે મોહભંગ થયો હોય તેમ લાગી રહ્યું છે.

મોરબી જિલ્લામા ચાલુ વર્ષે ૧૧૭૮ છાત્રો ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પરત ફર્યા છે. તેમાં પણ મોરબીનાં ગ્રામ્ય વિસ્તારમાં ખાનગીમાંથી સરકારી શાળામા પરત આવનાર છાત્રોની સંખ્યા વધું છે. મોરબી તાલુકામાં ૭૦૦થી પણ વધું બાળકોએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે.

આ પાછળ સૌથી મોટુ કારણ એ છે કે મોરબી તાલુકાના કેટલાંક ગામ લોકોએ સ્વૈચ્છીક રીતે પોતાના બાળકોને સરકારી શાળામાં અભ્યાસ કરાવવાનો સામુહિક નિર્ણય લીધો છે.અન્ય તાલુકાની સ્થિતી જોઈએ તૌ માળિયામા ૧૬૨ ,ટંકારામા ૮૨, હળવદમા ૧૭૦ અને વાંકાનેરમા ૬૦ છાત્રો સરકારી શાળામાં પરત ફર્યા છે.આગામી સમયમાં જો સરકારી શાળામા શિક્ષણ સ્તર અને ભૌતિક સુવિધા પ્રાપ્ત થશે તો હજુ પણ છાત્રોની સંખ્યા વધી શકે છે.

- text

સરકારી શાળામાં બાળકો પરત ફરવાનાં મુખ્ય કારણો જોઈએ તો ખાનગી શાળાઓ દ્વારા પ્રવેશ સમયે આંબા – આંબલી બતાવી બાદમાં શિક્ષણ કામગીરીમા અસંતોષ તેમજ ફી નિર્ધારણની અમલવારીમાં ખાનગી શાળાનું અસ્પષ્ટ વલણ, સરકારી શાળામાં શિક્ષકોની મર્યાદિત પણ નવા યુવાન અનેં ઉત્સાહી અને ટેક્નોલોજી જાણતા શિક્ષકોની ભરતી થવાથી શિક્ષણમા અમુક અંશે સુધારો, પ્રવેશોત્સવ, ગુણોત્સવ વગેરે કારણે શાળામાં ભૉતિક સુવિધામા વધારો થતા બાળકોની સંખ્યામાં વધારો થયો છે.

- text