મોરબીના એક સમયના જાણીતા ઉદ્યોગપતિ બન્યા સાધુ

- text


મોરબી થી મુંબઈ સુધીના શહેરોમાં એક સમયે નામના ધરાવતા બાબુભાઇ ડાયમંડ સંસારની મોહમાયા છોડી સાધુ બન્યા

મોરબી : મોરબીના એક સમયના ટોચના ઉદ્યોગપતિ અને જીવનના તમામ શોખ અને રસને માણી ચૂકેલા બાબુભાઇ ડાયમંડને હવે સંસારની મોહમાયાથી છોડીને સાધુ જીવન જીવવા નીર્ધાર કર્યો છે અને આજે તેઓ વિધિવત રીતે પંચ સંસ્કારની વિધિ બાદ પોતાના અસલ નામનો ત્યાગ કરી સાધુ જીતેન્દ્રદાસજી બની ગયા છે. હાલ તેઓ ટંકારાના કોઠારીયા રોડ પર આવેલા બાપાસીતા રામ શાંતિ આશ્રમ ખાતે સાધુ તરીકે સેવા આપશે.
મોરબીમાં એક સમયે જાણીતા ઉદ્યોગપતિ તરીકે દબદબો ધરાવતા બાબુભાઇ ડાયમંડ એટલે કે જીતેન્દ્રકુમાર લક્ષમણભાઈ જાકાસણીયાએ પોતાના યુવાનીકાળમાં શોખીનનું ઉપનામ કેળવ્યું હતું અને મોરબીથી લઈ મુંબઈ સુધી નામ જ કાફી હતું. એક સમયે જ્યારે મોરબીમાં કોઈની પાસે ગાડી પણ ન હતી ત્યારે બાબુભાઇ ડાયમંડ ફ્લાઈટમાં આવન જાવન કરતા હતા. પોતાના જીવનમાં મોજશોખના તમામ શોખને પુરા કરનાર બાબુભાઇ ડાયમંડને છેલ્લા વર્ષોમાં સંસાર પરથી મન ઉતરી જતા ટંકારા નજીક આવેલા બાપા સીતારામ શાંતિ આશ્રમ ખાતે છેલ્લા થોડા વર્ષોથી રહે છે.

- text

દરમિયાન હવે બાબુભાઇ ડાયમંડ સંસાર સાથેનો કાયમી છેડો ફાડવા આજે ટંકારાના કોઠારીયા રોડ પર આવેલા બાપા સીતારામ શાંતિ આશ્રમ ખાતે પંચ સંસ્કાર વિધિ બાદ પોતાનું ઓરીજનલ નામ પણ છોડવાની જાહેરાત કરી છે એન કાલથી તેઓ જીતેન્દ્રકુમારમાંથી જીતેન્દ્રદાસજી ગુરુ લાલદાસજી નામ ધારણ કરી સાધુ બની ગયા છે . આજે ટંકારાના આશ્રમ ખાતે તેમના પંચ સંસ્કાર વિધિની સાથે – સાથે સુંદરકાંડના પાઠ અને મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે.

આમ, એક સમયના જાણીતા અને ચર્ચાસ્પદ માલેતુજાર ઉદ્યોગપતિએ પરિવારને ત્યાગી ભગવા ધારણ કરી સાધુ બની જવા સંકલ્પ કરી સાધુનો વેશ ધારણ કરી લીધો છે.

 

- text