હિમાલયની જ્વાળામુખીની જ્યોત ટંકારામાં

- text


છેલ્લા દસ વર્ષથી નિર્મોહી અખાડાના સાધુ દ્વારા સમાજમાં સુખ શાંતિ સ્થાપવા ટ્રાઇસીકલ દ્વારા પ્રવાસ

ટંકારા : છેલ્લા દસ વર્ષથી હિમાલયના જ્વાળામુખી થી અખંડ જ્યોતની ગુજરાતમાં યાત્રા કરી લાવતા નિર્મોહી અખાડા ના નાગાજી પ્રભુદાસજી. આ અલૌકિક જ્યોત બે માસ અખંડ પ્રજ્વલિત રહેશે આજે આ જ્યોતની ટંકારા ખાતે પધરામણી થઈ હતી.

નિર્મોહી અખાડાના સાધુ નાગજી પ્રભુદાસજી મહારાજ છેલ્લા દસ વરસથી સમાજમા સુખ-શાંતિ અને વિશ્ર્વ હિતાર્થે ગુરુદેવ શ્રી ત્રિવેણીદાસ મહારાજની આજ્ઞાથી હિમાલયની નજીક આવેલા જ્વાળામુખીમાં અલૌકિક ઝળહળતી ને આજે પણ કોઈપણ જ્વલનશીલ પદાર્થ વગર પ્રજવલિત છે તેવી દિવ્ય જ્યોત ત્યાંથી ગુજરાતની ધરા પર અખંડ રાખી આશ્રમ ખાતે લાવી દર્શનનો લાભ આપે છે.

સાધુ મહારાજ આ જ્યોતને લેવા આઠ વર્ષ સુધી ટ્રાઇ સિકલ દ્વારા હિમાલયનો પ્રવાસ કરી ગુજરાતમાં લાવી રહ્યા છે અને માર્ગ પર આવતા આશ્રમ ખાતે આશ્રય લઈ ભક્તો ને જ્યોત દર્શન નો લાભ આપે છે.

- text

આ વર્ષે પણ આ દિવ્યજ્યોત ગુજરાતમાં આવી પહોંચી છે જેમાં આજે ટંકારા ખાતે બાપાસીતારામ શાંતિ આશ્રમ ખાતે દર્શનનો લાભ અપાવા રાખવામાં આવી છે.

વધુમાં આગામી ૫ તારીખે જુનાગઢ નજીક સોમનાથ હાઇવે પર આવેલા કણજા આશ્રમ ખાતે આ જ્યોતને બે માસ માટે રાખવામાં આવશે અને ત્યારબાદ સોમનાથ પધરામણી થશે અને ફરી આવતા વર્ષના મધ્યમાં જ્યોત લેવા માટે હિમાલય જશે.

ઉલ્લેખનીય છે કે સાધુ મહારાજ આ જ્યોતને પ્રજ્વલિત રાખવા માટે દરરોજ બે કિલો શુધ્ધ ઘી નો ઉપયોગ કરે છે અને બે માસ સુધી આ જ્યોતને પ્રજ્વલિત રાખવા આશરે ૯ મણ જેટલું ઘી વાપરવામાં આવે છે.

- text