ટંકારામાં સલામતી સપ્તાહની ઉજવણી : બાળકોને વિશેષ માર્ગદર્શન અપાયું

- text


ટંકારા : ટંકારા ખાતે સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી ૧૦૮ ઇમરજન્સી ટીમ, ૧૦૦ નંબર પોલીસ ટીમ અને ૧૦૧ ફાયર બ્રિગેડની ટીમે તેની કામગીરી થી બાળકો ને વાકેફ કર્યા હતા. સાથે વિધાર્થીઓને વિશેષ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

નવ જ્યોત અને સરદાર પટેલ નાસા વિધાલય ના ઉપક્રમે બાળકો અભ્યાસ ની સાથે સેફટી અને બાળ દીમાગ મા નવા વિચાર ઉદભવે તેવા પ્રયત્નો સાથે આજ રોજ સલામતી સપ્તાહ ની ઉજવણી નું આયોજન કરેલ જેમાં ફાયર બ્રિગેડ ૧૦૧, એમ્બ્યુલન્સ ૧૦૮ , તેમજ પોલીસ ૧૦૦ના જવાનો દ્રારા મોકડ્રિલનુ આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને પોતાની જાતનો બચાવ તેમજ રક્ષણ કેવી રીતે કરવું તેનાથી વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા હતા. સાથે ઈમર્જન્સી વખતે થતા કાર્યવાહી થી બાળકો ને વાકેફ કર્યા હતા

- text

આ તકે ૧૦૦ નંબર પોલીસના મહમદભાઇ, રમેશભાઈ, રેખાબેન પટેલ સહિતના જોડાયા હતા.૧૦૭ ના પાઈલોટ રાજુ દુબરીયા, ઇકબાલભાઇ, અને વલ્લભ લાઠીયા જોડાયા હતા જ્યારે ૧૦૧ ના મોરબી ફાયરબ્રિગેડના જવાનો હાજર રહ્યા હતા.

- text