મોરબીની ટીંબડી પ્રા.શાળાના બાળકોને ૧૦૮ની કામગીરી વિશે માહિતગાર કરાયા

- text


મોરબી : મોરબીની ટીંબડી પ્રા. શાળામા ૧૦૮ની ટીમે વિદ્યાર્થીઓને ૧૦૮ ઇમરજન્સી સેવા વિષે માહિતગાર કર્યા હતા. શાળાના તમામ વિધાર્થીઓએ રસપૂર્વક ૧૦૮ની કામગીરી નિહાળી હતી.

મોરબી જિલ્લા ની ટીંબડી પ્રા.શાળા મા સલામતી સપ્તાહ અંતર્ગત ૧૦૮ ટીમ દ્વારા વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર અંગે મહત્વની માહિતી આપવામાં આવી હતી. આ તકે શાળા ના આચાર્ય, સી.આર.સી. કો ઓર્ડીનેટર,શાળાના સ્ટાફ પરિવાર તથા ગ્રામજનોને ૧૦૮ની નવી એપ ડાઉનલોડ કરી તે કેવી રીતે કામ કરે તેના વિશે માર્ગદર્શન આપ્યું હતું

- text

કુદરતી આપત્તિઓ જેવી કે ભૂકંપ, વાવાઝોડું ,પુર,અને આગ લાગે ત્યારે તકેદારી ના ભાગ રૂપે શુ કરવું જોઈએ તેનું માગદર્શન તેમજ જુદા જુદા ચાર્ટનું વિદ્યાર્થીઓને શાળાના સ્ટાફ દ્વારા વાંચન કરાવાયુ હતું.

- text