મોરબીની નવયુગ બીએડ કોલેજનું સેમ-૨માં ઝળહળતું પરિણામ

- text


જીંકલ રાંકજા અને પૂજા ભાલોડિયા ૯૪.૦૮ ટકા સાથે કોલેજમાં પ્રથમ

મોરબી : મોરબીના વીરપર ખાતે આવેલી જાણીતી શૈક્ષણિક સંસ્થા નવયુગ બીએડ કોલેજનું બીએડ સેમ-૨માં ઝળહળતું પરિણામ આવ્યું છે. કોલેજના ૨૧ છાત્રોએ ૯૦ થી ૯૫ ટકા વચ્ચે પરિણામ લાવી શાળા તેમજ પરિવારનું ગૌરવ વધાર્યું છે.

નવયુગ બીએડ કોલેજે બીએડ સેમ-૨માં શ્રેષ્ઠ પરિણામ મેળવી પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. કોલેજના ૨૧ છાત્રોએ ૯૦ થી ૯૫ ટકા વચ્ચે પરિણામ મેળવ્યું છે. ઉપરાંત ૧૭ છાત્રોએ ૮૫ થી ૯૦ ટકા અને ૧૨ છાત્રોએ ૮૦થી ૮૫ ટકા વચ્ચે પરિણામ હાંસલ કર્યું છે.

કોલેજની વિદ્યાર્થીનીઓ જીંકલ દિનેશભાઇ રાંકજાએ અને પૂજા મહેશભાઈ ભાલોડિયાએ ૯૪.૦૮ ટકા સાથે કોલેજમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. સાથે શ્વેતા પ્રવીણભાઈ કૈલા અને સપના દિનેશભાઇ ધોરણીયાએ ૯૩.૯૨ ટકા સાથે દ્વિતીય સ્થાન તેમજ શ્રદ્ધા જગદીશભાઈ કુંડારીયાએ ૯૩.૨૮ ટકા સાથે તૃતીય સ્થાન મેળવ્યું છે.

- text

આ જ્વલંત સફળતા માટે નવયુગ એજ્યુકેશન ગ્રૂપના પ્રમુખ પી.ડી. કાંજીયાએ વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવ્યા હતા સાથે વિદ્યાર્થીનીઓ ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ આપી હતી.

- text