મોરબી : ૨ વર્ષથી ચાલતું મચ્છુ-૨ કેનાલનું કટિંગ કામ પૂરું પાંચ ટકા પણ નથી થયું!!

- text


કામ ઝડપથી પૂર્ણ કરવા મોરબી તાલુકા સરપંચ એસો.ની સિંચાઈ મંત્રીને રજુઆત

મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા ૨ વર્ષથી મચ્છુ-૨ કેનાલનું કટિંગ કામ ચાલી રહ્યું છે. આટલા લાંબા સમયથી ચાલતું આ કામ પૂરું ૫ ટકા પણ થયું નથી. ત્યારે આ કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી મોરબી તાલુકા એસોસિએશને સિંચાઈ મંત્રીને રજુઆત કરી હતી.

મોરબી તાલુકા સરપંચ એસોસિએશને સિંચાઈ મંત્રીને રજુઆત કરી હતી કે મોરબી જિલ્લામાં છેલ્લા ૨ વર્ષથી મચ્છુ- ૨ કેનાલનું કટિંગ કામ ચાલી રહ્યું છે. હાલમાં આ કેનાલનું કટિંગ કામ પૂરું ૫ ટકા પણ થયું નથી. જો આ કામ વહેલી તકે પૂર્ણ કરવામાં નહિ આવે તો તેની સીધી અસર ખેડૂતો પર પડશે અને ખેડુતોને હાલાકી વેઠવી પડશે.

- text

વધુમાં મોરબી તાલુકા સરપંચ એસોસિએશને મચ્છુ કેનાલ-૨નું કટિંગ કામ ક્યાં કારણોસર બંધ રાખવામાં આવ્યું છે તેનો જવાબ માંગ્યો હતો. અને કેનાલનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે.

- text