મોરબી અપડેટના સમાચારની નોંધ લઇ પાલિકા પ્રમુખે સ્ટ્રીટ લાઈટનો પ્રશ્ન હલ કર્યો

- text


મોરબી :મોરબી અપડેટના માધ્યમથી પ્રકાશીત થયેલા સમાચારની નોંધ લઈ નવ નિયુક્ત મોરબી પાલિકા પ્રમુખે ડખ્ખે ચડેલા લાઈટના ટાઈમ ટેબલને ચોવીસ કલાકમાં જ સેટ કરી કાયદેસર ચાલુ કરાવી કોન્ટ્રાકટરો અને લાઈનમેનના ઉધડા લીધા હતા.

મોરબી શહેરના અમુક વિસ્તારોમા દિવસે લાઈટો ચાલુ રહે છે અને રાત્રી ના બંધ થઈ જાય છે આ અંગેની ફરીયાદ મહેન્દ્ર ડ્રાઈવ રૉડ પર રહેતા ધારાશાસ્ત્રીએ અનેક વખત ફોન કરી પુર્વ પાલિકાના કર્મચારીઓને જાણ કરી હોવા છતા પરિસ્થીતી બદલાઈ ન હતી બાદ માં ગઈકાલે ધારાશાસ્ત્રી ચિરાગ કારીયા એ આ વાત મોરબી અપડેટ ને જણાવતા પ્રજાના પ્રશ્નને વાચા આપવા આ સમાચાર ફોટા સાથે પ્રસિદ્ધ કર્યા હતા અને આ સમાચાર વાંચી મોરબી નગરપાલિકાના નવનિયુક્ત અને ઉત્સાહી યુવા પ્રમુખ કેતન વિલપરા એ લાઈનમેન તેમજ કોન્ટ્રાક્ટરોના ઉધડા લઈ લીધા હતા અને આ તમામ વિસ્તારોમા થયેલા લાઈટના પ્રશ્નોને સમયસર ચાલુ બંધ કરવા કડક સુચના આપી હતી.

- text

વધુમાં ગતરાત્રીથી જ આ સમગ્ર વિસ્તારોની લાઈટના પ્રશ્નનો નિકાલ થઈ ગયો હતો અને ચાલુ કરી દેવામાં આવી હતી જેમા આ વિસ્તાર ના રહેવાસી અને ધારાશાસ્ત્રી ચિરાગ કારિયાએ પાલિકા પ્રમુખના ઉત્સાહને બિરાદાવ્યો હતો સાથે જ મૉરબી અપડેટ ની ટીમ નો પણ આભાર માન્યો હતો.

 

- text