મોરબીમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ ૨૧૯ વાહનોને રૂ.૩૬ હજારનો દંડ : ૯ ડિટેઇન

- text


મોરબી ટ્રાફિક પોલીસે નહેરૂગેઈટ ચોક,માળીયા ફાટક અને મહેન્દ્રનગર ચોકડી વિસ્તારમાં યોજી ચેકીંગ ડ્રાઇવ

મોરબી : મોરબી ટ્રાફિક પોલીસે નહેરૂગેઈટ ચોક,માળીયા ફાટક અને મહેન્દ્રનગર ચોકડી સહીતના વિસ્તારોમા સઘન ચેકીંગ હાથ ધર્યુ હતુ. જેમાં ટ્રાફિક નિયમોનો ઉલળીયો કરતા ૨૧૯ વાહનચાલકોને રૂ.૩૬,૬૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ સાથે ૯ વાહનને ડીટેઈન પણ કરવામા આવ્યા હતા.

મોરબી શહેરમા ટ્રાફીકની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે ત્યારે પોલીસ ની સાથે  સાથે પ્રજાની પણ ટ્રાફીક નિયમૉ નુ પાલન કરવાની ફરજ પડે છે એ વાત નકારી શકાય નહી પ્રજા પોતે ટ્રાફીક નિયમૉ નુ પાલન કરે અને જ્યા ત્યા વાહન પાર્ક ન કરે તો મહદ અંશે ટ્રાફીક સમસ્યા નિવારી શકાય છે

- text

જેમા આજે મોરબી ટ્રાફીક પોલીસ શાખા ના પીઆઈ દાફડા,પીએસઆઈ પ્રદીપસિંહ વાઘેલા, પીએસઆઈ રામદેવસિંહ જાડેજા સહીત ની ટીમે ટ્રાફીક નિયમો તોડનારા વિરુધ્ધ લાલ આંખ કરી હતી અને ટ્રાફીક થી ધમધમતા વિસ્તાર નહેરૂગેઈટ ચોક,માળીયા ફાટક મહેન્દ્રનગર ચોકડી સહીત ના વિસ્તારો મા સઘન ચેકીંગ હાથ ધર્યુ હતુ જેમા ટ્રાફીક અને પાર્કીંગ ના નિયમો નો ઉલાળીયો કરી મનફાવે તેમ વાહન પાર્ક કરનારા અને આડેધડ વાહન ચલાવનારા તેમજ લાયસન્સ અને કાગળો વગર ના 219 વાહનચાલકો ને ચેક કરી કડક કાર્યવાહી કરી કુલ રૂપીયા 36,600/- રૂપીયા નો દંડ એક દિવસમા ફટકાર્યો હતો જેમા 09 વાહનચાલકો ને ડીટેઈન કરી ટ્રાફીક નિયમો નો ભંગ કરનારા વાહનચાલકો સામે લાલ આંખ કરી હતી.

- text