મોરબીમાં રહેમત એજ્યુ. ટ્રસ્ટ દ્વારા આજે હિંદુ મહિલાનું રોજુ ખોલાવાયું

- text


સિપાઈવાસમાં રોજેદારોને સરબત અને દુધ કોલ્ડ્રિન્કસ પીવડાવાયું

મોરબી : પવિત્ર રમઝાન માસમાં દરરોજ સરબત અને દુધ કોલ્ડ્રિન્કસ આપીને રોજા ખોલાવવાનું સેવાકાર્ય કરતું રહેમત એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજે ગુરુવારે સાંજે ૬ કલાકે સિપાઈ વાસમાં હિંદુ મહિલાનું રોજુ ખોલાવાયું

હાલ મુસ્લિમ બીરાદરો માટે પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે અને મુસ્લિમ સમાજ ના દરેક લોકો રમજાન માસ દરમિયાન રોજુ રાખતા હોય છે જે રોજુ ખોલાવી પુણ્ય નુ ભાથુ મેળવવા ઇફતારપાર્ટી કે મસ્જિદ અંદર અલગ અલગ સમાજો સંગઠનો દ્વારા રોજા ખોલાવાતા હોય છે અને પુણ્ય કમાતા હોય છે આવુ જ કાર્ય મોરબી ના રહેમત એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે.

- text

ટ્રસ્ટ દ્વારા મોરબીમાં ખતીબ હાજી રસીદમીયા બાવાના માર્ગદર્શન હેઠળ પવિત્ર રમજાન માસના શરુઆતથી જ દરરોજ સરબત દુધ કોલ્ડ્રિન્કસ આપીને રોજા ખોલાવવામાં આવી રહ્યા છે આજે સાંજે ૬ કલાકે રોજા ખોલવામાં એક ખાસિયત પણ જોવા મળશે જેમા હિન્દુ મહિલા ગોસ્વામી પ્રફુલ્લાબેન દ્વારા આજે બીજુ રમજાન માસનુ રોજુ રાખતા આજે સીપાઇવાસમાં ખાસ હાજરી આપી રહેમત એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તેઓનું રોજુ ખોલવામાં આવ્યું . સાથે અન્ય રોજેદારોનું રોજુ પણ ખોલવામાં આવ્યા

- text