મોરબીમાં એનસીડી સેલ અને સિવિલ હોસ્પિટલ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

- text


મોરબી : મોરબી જિલ્લા એન.સી.ડી સેલ અને સિવિલ હોસ્પિટલ દ્રારા આજ રોજ વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું.

એન.સી.ડી સેલ અને સિવિલ હોસ્પિટલ આયોજિત રકતદાન કેમ્પમાં જિલ્લા પંચાયત મોરબીના સ્ટાફ તથા મોરબી સિવિલ હોસ્પિટલ ના સ્ટાફ દ્વારા હોંશભેર રકતદાન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં કુલ ૨૨ બોટલ રક્ત એકત્ર થયું હતું. સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ.એ પણ આ તકે રક્તદાન કર્યું હતું.

- text

- text