અમે અમારા બાળકોને મજૂરીએ નહિ મોકલી : મોરબીમાં જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : તાજેતરમાં વિશ્વ બાળમજૂરી વિરોધી દિવસે મોરબીમાં જન જાગૃતિ કાર્યક્રમ યોજી પછાત વિસ્તારના વાલીઓને અમે અમારા બાળકોને મજૂરીએ નહિ મોકલીએ તેવી પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ બાળ સુરક્ષા એકમ મોરબી દ્રારા તા.૧૨ જૂન ના રોજ વિશ્વ બાળ મજુરી વિરોધી દિવસ નિમિત્તે નવજીવન ટ્રસ્ટ (વીસીપરા) મોરબી ખાતે બાળ મજુરી તથા બાળ મજુરી અંગે કાયદાકીય જોગવાઈઓ અને સંકલીત બાળ સુરક્ષા યોજના, બાળ અધિકારો અંગે જનજાગૃતી કાર્યક્રમ યોજાયો જે અંતર્ગત બાળકોને સ્કુલ બેગ, યોજનાકીય કીટ તથા નાસ્તાનુ વિતરણ કરવામાં આવેલ અને બાળકોને મજુરીએ ન મોકલવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.

- text

આ પ્રસંગે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કનકસિંહ ઝાલા, ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન તથા સભ્યોએ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડો.વિપુલ શેરશીયા તથા જિલ્લા બાળ સુરક્ષા એકમ મોરબીના ઇશાબેન સોલંકી, ખ્યાતીબેન પટેલ, સમીરભાઈ લધડ અરવિંદભાઇ ચાવડા, વિશાલભાઇ રાઠોડ તેમજ નવજીવન ટ્રસ્ટના મયુરભાઈ સોલંકીએ કાર્યક્રમ સફળ બનાવવા માટે જહેમત ઉઠાવેલ.

આ કાર્યક્રમમાં બાળકો તથા તેના વાલીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

- text