વાંકાનેરના જડેશ્વર નજીક બાઈક સ્લીપ થતા પતિનું મોત, પત્નીને ઇજા

- text


મોરબી : ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા દંપતીનું બાઈક વાંકાનેરના જડેશ્વર પાસે સ્લીપ થતા પતિનું મૃત્યુ નીપજ્યું હતુ. જ્યારે પત્નીને પણ ઈજાઓ પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ ટંકારાના સજનપર ગામે રહેતા ગીરીશભાઈ મોહનભાઈ ફૂલતરીયા પોતાના મોટર સાઈકલ જીજે ૩ પીપી ૫૬૯૬ ઉપર પોતાની પત્ની કૈલાશબહેન સાથે જતા હતા તે દરમિયાન વાંકાનેરના જડેશ્વર રોડ પર આવેલ વડસર તળાવ નજીક બાઈક સ્લીપ થઇ જતા ગીરીશભાઈને ગંભીર ઈજાઓ પહોચી હતી તો પત્નીને પણ ઈજાઓ થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ગીરીશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text